હિતેન વિઠલાણી/દિલ્હી: પાટીદારના નેતા હાર્દિક પટેલ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાણ કર્યા બાદથી સતત ચર્ચાઓમાં આવી રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમાં નુકશાન કર્યા બાદ હવે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સ્ટાર પ્રચારક તરીકે કોંગ્રેસનો પ્રચાર કરતો જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે, કે કોંગ્રેસ દ્વારા તેના સ્ટાર પ્રચારકોનું લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલનું નામ પણ સામેલ છે. હાર્દિક મઘ્યપ્રદેશ અને યુપી સહિતના હિદી ભાષી વિસ્તારમાં કુર્મી પાટીદારોના મતો માટે પ્રચાર કરતો જોવા મળશે.


જે ભાષા પાકિસ્તાન બોલે છે તેવી જ ભાષા કોંગ્રેસીઓ બોલી રહ્યા છે: CM રૂપાણી


[[{"fid":"207554","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Cogress-List.jpg","field_file_image_title_text[und][0][value]":"Cogress-List.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Cogress-List.jpg","field_file_image_title_text[und][0][value]":"Cogress-List.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Cogress-List.jpg","title":"Cogress-List.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટાર પ્રચાકોના લિસ્ટમાં અઘ્યક્ષ રાહુલ ગાંધી સહિત સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા, પૂર્વ વડાપ્રઘાન મનમોહન સિહ, ગુલામ નબી આઝાદ, રાજસ્થાના મુખ્યમંત્રી અશોક ગેહલોત, કમલનાથ, સચીન પાયલટ, રાજીવ શુક્લા, કુમારી શેલજા, શીલા દિક્ષિત તથા હાર્દિક પટેલનો સમાવેશ થાય છે.