ઝી ન્યૂઝ/અમદાવાદ: 'ભત્રીજો' તો ભાજપમાં જોડાશે પણ હવે ક્યાં જશે 'કાકા'? ગુજરાતના રાજકારણમાં હાલ આ સવાલ સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે. જી હાં અમે વાત કરી રહ્યાં છીએ અનામત આંદોલનથી રાજનીતિના મેદાનમાં આવેલાં પાટિદાર નેતા હાર્દિક પટેલ અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલની. હાર્દિક પટેલ ઘણીવાર પોતાના ઈન્ટરવ્યૂમાં નરેશ પટેલને પોતાના કાકા ગણાવી ચૂક્યો છે. હાર્દિકે એવું પણ કહ્યું હતુંકે, નરેશ પટેલ મારા કાકા છે, હું રાજનીતિમાં આગળ જે પણ કરીશ એમને પૂછીને કરીશ. એટલું જ નહીં રાજકારણમાં એમના પ્રવેશ અંગે પણ તેઓ જે નિર્ણય લેશે તેનું હું સન્માન કરીશ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  IPL 2022 Prize Money: IPL ની ફાઈનલ ભલે ગુજરાત જીત્યું પણ આખો ખજાનો લૂંટી ગયો આ ટીમનો ખેલાડી

ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં પાટીદાર અનામત આંદોલનના હીરો રહેલા હાર્દિક પટેલ આખરે ભાજપમાં જોડાશે તે વાત નક્કી થઈ ગઈ છે. 2 જૂને ગાંધીનગરમાં સીઆર પાટિલની હાજરીમાં બપોરે 12 વાગે કેસરિયો કરશે તે વાત પાક્કી છે, ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટી છોડ્યાના 14 દિવસમાં જ તે હવે ફરીથી રાજકારણની એક નવી ઈનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યો છે તેના આડકતરી રીતે સંકેતો આપી દીધાં છે. ઝી 24 કલાકને મળેલી એક્સક્લુસિવ માહિતી મુજબ, હાર્દિકના ભાજપમાં જોડાવાના નિર્ણયને પાર્ટી હાઇકમાન્ડે લીલીઝંડી આપી દીધી છે. 


પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે કે હાર્દિકે પટેલ તો ભાજપમાં જોડાશે જશે પરંતુ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ હવે કંઈ પાર્ટીમાં જોડાશે? શું હાર્દિકે ભાજપમાં જોડાવવા અંગેનો નિર્ણય નરેશ પટેલને પુછીને કર્યો હશે? જો એવું જ હોય તો નરેશ પટેલ હવે રાજકીય પ્રવેશ અંગે શું નિર્ણય લેશે? પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાવાના છે, તો શું હવે આગામી સમયમાં નરેશ પટેલ ભાજપમાં જોડાશે? ભાજપમાં કેવું હશે હાર્દિકનું રાજકીય કદ? તે તમામ સવાલો હાલ જનતા જર્નાદનના મનમાં ઉભા થઈ રહ્યા છે.


પાટીદાર નેતા હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે, શું જવાબદારી સોંપાશે? જાણો કેવું હશે રાજકિય ભવિષ્ય


હાર્દિક પટેલે પટેલે અગાઉ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, નરેશભાઈ મારા કાકા છે. ભાજપમાં જઈશ કે કોંગ્રેસમાં રહીશ. જ્યાં પણ જઈશ એમને પૂછીને એમની સાથે ચર્ચા કરીને એમના આર્શીર્વાદ લઈને જઈશ. હાર્દિક પટેલે જ્યારે કોંગ્રેસ પક્ષ છોડ્યો ત્યારબાદ નરેશ પટેલને મળ્યો હતો અને જણાવ્યું હતું કે, 2017માં કોંગ્રેસે મારો ઉપયોગ કર્યો, હવે 2022માં તમારો ઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખજો. હાર્દિકે એવું પણ જણાવ્યું કે, મેં નરેશ પટેલ (કાકા)ને કૉંગ્રેસમાં જે થઈ રહ્યું છે તે વિશે વિગતવાર વાત કરીને સાવચેત કર્યા હતા. પરંતુ તેઓ જે નિર્ણય લેશે હું તેમની સાથે જ છું. ઉલ્લેખનીય છેકે, પાટિદાર આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ આંદોલન પર બેઠેલાં હાર્દિકને પારણાં કરાવવા પણ નરેશ પટેલ પોતે આવ્યાં હતાં. અને તેમના હાથે પાણી પીને હાર્દિકે પારણાં કર્યાં હતાં. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને રાજનીતિમાં કાકા-ભત્રીજાની આ જોડી પર હાલ તમામ રાજકીય પક્ષો, પાટિદાર સમાજ અને એક પ્રકારે સમ્રગ ગુજરાતની નજર છે.

આ પણ વાંચોઃ  Credit Cards Users સાવધાન! ચોરી-છૂપે આ રીતે યૂઝર્સને બનાવાય છે ઉલ્લુ! જાણીલો ક્યાંક તમે પણ...



બીજી બાજુ હાર્દિક પટેલે અગાઉ કૉંગ્રેસના એ આક્ષેપનો જવાબ આપ્યો હતો કે તેઓએ કૉંગ્રેસ પાર્ટીનો ઉપયોગ કર્યો. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે હું કોંગ્રેસમાં જોડાયો ત્યારે મારા સમાજના પાટીદાર આગેવાનોએ મને કૉંગ્રેસમાં ન જોડાવાની સલાહ આપી હતી પરંતુ તેમને ભરોસો હતો કે તેઓ કૉંગ્રેસ મારફતે લોકો માટે કામ કરી શકશે. તેમણે પાટીદાર સમાજના લોકોની માફી માગતા કહ્યું કે, મારા સમાજના લોકોની હું માફી માગું છું કે જ્યારે મારા સમાજના લોકો મને કહેતા કે તું ભૂલ કરે છે પરંતુ હું પાર્ટીમાં ગયો.


હાર્દિક પટેલે અગાઉ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, મેં મારા ત્રણ વર્ષ બગાડ્યા છે. જો કૉંગ્રેસમાં ન જોડાયો હોત તો ગુજરાતના લોકો માટે વધારે સારું કામ કરી શક્યો હોત. કૉંગ્રેસ માટે ચિંતનનો સમય ગયો હવે ચિંતા કરવાનો સમય છે. કોંગ્રેસે મારો ઉપયોગ કર્યો છે. કૉંગ્રેસના નેતાઓ તકવાદી છે. હું કૉંગ્રેસને કહીશ કે પાર્ટીમાં લોકોને સાચવીને રાખજો નહીં તો લોકો પાર્ટી છોડવા માટે તૈયાર છે. કૉંગ્રેસમાં વર્ષોથી અમુક જ લોકોનું પ્રભુત્વ છે. જે લોકો કામ કરવા માગે છે એ લોકોને કામ કરવા નથી દેવાતા. ગુજરાત કૉંગ્રેસમાં મને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો પરંતુ પાર્ટી મને કામ નહોતી આપતી, મારી કોઈ જવાબદારી નક્કી કરવામાં નહોતી આવતી.


જામકંડોરણાના ડાયરામાં થપ્પડકાંડ મામલે જયેશ રાદડિયાએ શું કર્યો મોટો ખુલાસો, જાણો સમગ્ર વિગત


હાર્દિક પટેલે ભાજપના કામોને પ્રશંસા કરી
હાર્દિક કોંગ્રેસ છોડી રામ મંદિર, સીએએ, એનઆરસીનાં વખાણ કર્યા હતા. હાર્દિકનું કહેવું છે કે યુવાનો દેશ માટે સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઈચ્છે છે, પણ હકીકત એ છે કે કોંગ્રેસનું એક જ કામ છે- કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનું. દેશ અયોધ્યામાં રામ મંદિર, 370, સીએએ, એનઆરસી અને જીએસટી જેવા નિર્ણય ઈચ્છે છે, જ્યારે કોંગ્રેસ માત્ર અવરોધો પેદા કરે છે. કોંગ્રેસ પર ગુસ્સો એટલા માટે આવે છે, કારણ કે વારંવાર ધર્મની વાતને અવગણવામાં આવે છે.



હાર્દિકે સોનિયા ગાંધીને લખેલા રાજીનામાના પત્રમાં ભાજપના કામોનો ઉલ્લેખ
તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ રહેલા હાર્દિક પટેલે 18મી મેએ સોનિયા ગાંધીને ખુલ્લો પત્ર લખીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. હાર્દિક ખૂલીને કોંગ્રેસનો વિરોધ કરી રહ્યો હતો. હાલમાં જ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના રામ મંદિરની ઈંટો પર કૂતરાઓ પેશાબ કરતા હતા એ નિવેદનને લઈને રાજકારણ ગરમાયું હતું. એવામાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે મેં પહેલાં પણ કહ્યું હતું કે કોંગ્રેસને જનતાની ભાવનાઓ સાથે કોઈ લેવાદેવા નથી, કોંગ્રેસ પાર્ટી હંમેશાં હિન્દુ ધર્મની આસ્થાના વિરોધમાં જ કામ કરતી આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube