ગૌરવ પટેલ/અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ હવે લગ્નના તાંતણે બંધાવા જઇ રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર હાર્દિક પટેલના આગામી 26 જાન્યુઆરીએ તેના નિવાસ્થાને લગ્ન થશે અને ગણેશ સ્થાપના કરવામાં આવશે. મહત્વનું છે, કે આ લગ્ન સાદાઇથી જ કરવામાં આવશે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં અને પાટીદાર સમાજમાં લોકપ્રિય થયેલા હાર્દિક પટેલ 27 જાન્યુઆરી તેની કુળદેવીના મંદિરે લગ્ન કરશે. જેમાં આશરે 100 લોકો જોડાશે. જેમાં બંન્ને પક્ષના 50-50 લોકો ઉપસ્થિત રહેશે. મહત્વનું છે, કે હાર્દિક પટેલે કિંજલ સાથે સગાઇ કરી હતી. અને હવે પ્રભુતામાં પગલા માંડશે.


ચકચારી બીટોકોઇન કૌભાંડ: ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને મળ્યા જામીન


સીધસર ગામે ઉમિયા માતાના મંદિરે હાર્દિક પટેલના લગ્ન યોજાશે. આ લગ્નમાં પરિવારના જ લોકો જોડાય તેવી માહિતી મળી રહી છે. નોધનિંય છે, કે હાર્દિક પટેલ દ્વારા તેની બહેનના લગ્નમાં કરેલા ખર્ચાને લઇને સોશિયલ મીડિયામાં હાર્દિક ટ્રોલ થયો હતો. તથા ભાજપના કેટલાક નેતાઓએ લગ્ન ખર્ચને લઇને હાર્દિક પર પ્રહારો કર્યા હતા. માટે હાર્દિકના લગ્ન સાદાઇથી થઇ રહ્યા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે.