હાર્દિકે આખરે છેદ ઉડાવ્યો: `હું કોંગ્રેસમાં જ છું અને પક્ષને 100 ટકા આપીશ, મારી બાબતોનું નિરાકરણ ચોક્કસ આવશે`
આજે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હતા અને તેઓ તેમના આગમન પુર્વે દાહોદ પહોંચેલા હાર્દિક પટેલે સભા સ્થળેથી એવું જણાવ્યું હતું કે હું કોંગ્રેસમાં જ છું અને પક્ષને 100 ટકા આપીશ. મારી બાબતોનું નિરાકરણ ચોક્કસ પણે આવશે. આજે રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવાની હાર્દિક પટેલે વાત કરી હતી.
ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે રાજકારણમાં માત્ર બે નામો જ ચર્ચા દરરોજ થાય છે. જેમાં એક ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ. નરેશ પટેલ કંઈ પાર્ટીમાં જોડાશે તેની લઈને કોઈ ફોલ્ટ પડી રહ્યો નથી. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી ગુજરાત કોંગ્રેસના મોવડીઓની ટીકા કરી રહેલા પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે પણ પોતાની સોશ્યલ મીડીયા ઓળખ દૂર કરનાર હાર્દિક પટેલે આજે ફરી એક વખત પોતે કોંગ્રેસમાં જ હોવાનું નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. કોંગ્રેસ પક્ષ પ્રત્યેની નારાજગી, પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં ફેરફાર સહિતના મુદ્દાને કારણે હાર્દિક પટેલને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી, જેના પર આજે હાર્દિક પટેલે પૂર્ણવિરામ મૂકી દીધું છે.
આ વિશે તમને જણાવીએ કે આજે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હતા અને તેઓ તેમના આગમન પુર્વે દાહોદ પહોંચેલા હાર્દિક પટેલે સભા સ્થળેથી એવું જણાવ્યું હતું કે હું કોંગ્રેસમાં જ છું અને પક્ષને 100 ટકા આપીશ. મારી બાબતોનું નિરાકરણ ચોક્કસ પણે આવશે. આજે રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવાની હાર્દિક પટેલે વાત કરી હતી. બીજી બાજુ હાર્દિકે નરેશ પટેલને લઈને પણ જણાવ્યું હતું કે, તેમના અંગે પણ જલ્દી નિર્ણય લેવાવો જોઈએ. હાર્દિકે જણાવ્યું હતું કે, નરેશ પટેલ આવશે તો તમામ લોકો રાજી થશે.
હવે સાચું કોણ? નરેશ પટેલ કહે છે 'હું દિલ્હી ગયો જ નથી, કે કોંગ્રેસ હાઈકમાન્ડને મળ્યો જ નથી'
રાહુલ ગાંધીના દાહોદના કાર્યક્રમ સ્થળ પર હાર્દિક પહોંચ્યો હતો અને સભાસ્થળેથી જણાવ્યું હતું કે, "જ્યારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે મારે મારી જવાબદારી નિભાવવાની હોય, હું કોંગ્રેસ પાર્ટમાં જ છું, તો મારે 100 ટકા પાર્ટીને આપવાનું છે. મેં પહેલા પણ કહ્યું છે કે માત્ર કોંગ્રેસ પાર્ટી નહીં જ્યારે-જ્યારે હું આંદોલનની ભૂમિકામાં હતો, ત્યારે પણ મેં મારા 100 ટકા આપવાનો પ્રયાસ કર્યો છે. હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર હાર્દિક જ નહીં પરંતુ પાર્ટીના એ તમામ નેતાઓ છે કે જે આગામી સમયમાં ગુજરાતને સારી જગ્યા પર જોવા માગે છે, ગુજરાતના લોકોને ન્યાય અપાવવા માગે છે. મને વિશ્વાસ છે કે આગામી સમયમાં ચોક્કસ ગુજરાતના લોકો માટે સારું કામ થશે.
મહત્વનું છે કે, હાર્દિકે સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં ફેરફાર કરવાના મુદ્દે જણાવ્યું હતું કે, મેં આવું તો પહેલા પણ કર્યું હતું, આપણે ડીપી કે સ્ટેટસ કેવી રીતે વારંવાર બદલીએ છીએ, એ રીતે હું પણ બદલું છું. હું કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ છું તેના કરતા કોંગ્રેસનો કાર્યકર છું તે મોટી વાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube