હાર્દિક પટેલના રાજીનામા બાદ વાયરલ થયું તેમનું 2 વર્ષ જુનૂં ટ્વીટ, કોંગ્રેસ નેતાએ ઉડાવી મજાક
વાયરલ થઇ રહેલા ટ્વીટમાં હાર્દિક પટેલે લખ્યું છે કે ``હાર જીતના કારણે પલડા વેપારીઓ બદલે છે, વિચારધારાના અનુયાયી નહી, લડીશ, જીતીશ અને મરતે દમ તક સુધી કોંગ્રેસમાં રહીશ.`` જોકે હાર્દિકનું આ ટ્વીટ 2020 માં યોજાયેલી ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો બાદ કરવામાં આવ્યું હતું.
Hardik Patel Resign: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. જોકે રાજ્યમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહી ચૂકેલા હાર્દિક પટેલે બુધવારે રાજીનામું આપી દીધું છે. તેની જાણકારી ખુદ હાર્દિક પટેલે ટ્વીટ કરીને આપી હતી. તેમણે કહ્યું હતું કે આજે હું હિંમત કરીને કોંગ્રેસન પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. હવે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તો બીજી તરફ આ ઘટનાક્રમ વછ્કે હાર્દિક પટેલનું એક જુનૂં ટ્વીટ પણ ખૂબ વાયરલ થઇ રહ્યું છે. જેમાં તેમણે 'હાથ' નો સાથે મરતે દમ ન છોડવાની વાત કહી હતી.
હાર્દિકનું આ ટ્વીટ થઇ રહ્યું છે ખૂબ વાયરલ
વાયરલ થઇ રહેલા ટ્વીટમાં હાર્દિક પટેલે લખ્યું છે કે ''હાર જીતના કારણે પલડા વેપારીઓ બદલે છે, વિચારધારાના અનુયાયી નહી, લડીશ, જીતીશ અને મરતે દમ તક સુધી કોંગ્રેસમાં રહીશ.'' જોકે હાર્દિકનું આ ટ્વીટ 2020 માં યોજાયેલી ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો બાદ કરવામાં આવ્યું હતું. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની તમામ સીટો પર હાર થઇ હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube