તેજશ દવે, મહેસાણા: ગુજરાતમાં હોળીના દિવેસ લોકો હોલીકા દહન કરી રહ્યાં છે. ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતા ક્યાંકને ક્યાંક પાટીદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો આ સાથે મહેસાણા જિલ્લાના પાટીદાર પ્રભુત્વવાળા દેવીનાપુરા ગામે હાર્દિક પટેલ હાય હાયના નારા લગાવ્યા હતા. તેમજ સાથે હાર્દિક પટેલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ગુજરાતના આ ગામના લોકો હોલીકા દહન સમયે બોલે છે અપશબ્દો, જાણો કેમ...


હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ રાજ્યભરમાંથી હાર્દિક પટેલના પૂતળાનું દહન અને પોસ્ટરો લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લાના દેવીનાપુરા ગામે હાર્દિક પટેલ ગદ્દારના બેનરો લગાવવામા આવ્યા હતા તો હાર્દિક હાય હયાના નારા સાથે તેના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જામનગર અને સુરતમાં પણ વિરોધ પ્રદર્શન કરી હાર્દિક પટેલના પુતાળાનું દહન કરવામાં આવ્યું હતું.


શ્રદ્ધાની હોળીને આસ્થાના અંગારા: હોલીકા દહન બાદ ખુલ્લા પગે અંગારા પર ચાલે છે આ ગામના લોકો


તો બીજી બાજુ સોશિયલ મીડિયામાં પણ હાર્દિક પટેલના પૂતાળા દહન કાર્યક્રમની પત્રિકા વાયરલ થઇ રહી છે. મહેસાણાના દેવીનાપુરા ગામે હાર્દિક પટેલનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું ત્યારે પાટીદાર યુવાનો દ્વારા પાટીદાર સમાજનો ગદ્દાર હાર્દિક પટેલના નારા પણ લગાવવામાં આવ્યા હતા.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...