હિતેન વિઠ્ઠલાણી/દિલ્હી :ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યાકાંડ મામલે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રિમ કોર્ટે પલટ્યું છે. સુપ્રિમ કોર્ટે 7 આરોપીઓને જન્મટીપની સજા સંભળાવી છે. ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2003માં હરેન પંડ્યા હત્યાકાંડના તમામ 12 આરોપીઓને  હત્યાના આરોપોથી મુક્ત કર્યા હતા. તત્કાલીન ગૃહમંત્રી હરેન પંડ્યાની 26 માર્ચ, 2003ના રોજ અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ સુપ્રિમ કોર્ટે હરેન પંડ્યા હત્યાકાંડની ફરીથી તપાસ કરવાની માંગ કરતી અરજીને નકારી કાઢી છે. તેમજ અરજી કરનાર એનજીઓ CPILને 50 હજારનો દંડ પણ લગાવ્યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, હવે કોઈ અન્ય અરજી પર વિચાર નહિ થાય.


હરેન પંડ્યા હત્યાકાંડમાં 12 આરોપીઓને મુક્ત કરવાના નિર્ણયને ચેલેન્જ આપતી સીબીઆઈ અને ગુજરાત હાઈકોર્ટની અપીલ પર આજે સુપ્રિમ કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો હતો. ન્યાયાધીશ અરુણ મિશ્રાના નેતૃત્વવાળી પીઠ એનજીઓ સેન્ટર ફોર પબ્લિક ઈન્ટસ્ટ્રેસ્ટ લિટિગેશન (સીપીઆઈએલ)ની જનહિત અરજી પર નિર્ણય આપ્યો હતો. આ હત્યાની અદાલતની દેખરેખ હેઠળ ફરીથી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. 



કોણ હતા હરેન પંડ્યા
હરેન પંડ્યા ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી રાજ્ય સરકારમાં મંત્રી હતા. તેમની અમદાવાદના લો ગાર્ડન એરિયામાં 26 માર્ચ, 2003ની વહેલી સવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સમયે તેઓ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. સીબીઆઈના અનુસાર, રાજ્યમાં 2002ના કોમી રમખાણોનો બદલો લેવા માટે તેમની હત્યા કરવામાં આવી હતી. સીબીઆઈ અને રાજ્ય પોલીસે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના 29 ઓગસ્ટ, 2011ના નિર્ણયને ખોટો ગણાવીને અપીલ દાખલ કરી હતી.