રવિ અગ્રવાલ/વડોદરા :હરિચરણ થયેલા હરીપ્રસાદ સ્વામીની આજે અંતિમવિધ કરાશે. માત્ર સંતો અને અગ્રણીઓની હાજરીમાં જ હરીપ્રસાદ સ્વામીની અંતિમ વિધી કરાશે. ત્યારે હરીપ્રસાદ સ્વામી (Hari Prasad Swami) ના પાર્થિવ દેહના આજે કોઈને અંતિમ દર્શન નહિ કરવા દેવાય. આજે સવારથી જ અંત્યેષ્ટિ માટેની શાસ્ત્રોક્ત વિધિ શરૂ કરી દેવાઈ છે. અંતિમ વિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) હાજર રહેવાથી મંદિર આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : જામનગરના ખેડૂતે એવી ખેતી પર નસીબ અજમાવ્યું, જે ખર્ચા વગર આપે છે સીધો 3.25 લાખનો નફો


7 નદીનાં તીર્થજળ અને ગુલાબ-કેસરના જળથી અભિષેક કરાશે 


હરીપ્રસાદ સ્વામીની અંતિમ વિધિ અક્ષરપુરુસોત્તમ સ્વામિનારાયણ મંદિર સામેના લીમડા વન (Haridham Sokhada) ખાતે થશે. હરીપ્રસાદ સ્વામીની ઈચ્છા મુજબ લીમડા વન ખાતે અંતિમ વિધિનું સ્થાન નક્કી કરાયું છે. અંતિમ વિધિ બાદ એજ જગ્યાએ હરિપ્રસાદ સ્વામી સ્મૃતિ મંદિર બનશે. અંતિમવિધિ માટેની તૈયારીઓ સવારથી જ મંદિર ખાતે શરૂ કરી દેવાઈ છે. સ્વામીજીના નશ્વર દેહને 7 નદીના જળથી સ્નાન કરાવાશે. અંતિમવિધિમાં 8 વૃક્ષના લાકડાનો વપરાશ કરાશે. 7 નદીનાં તીર્થજળ અને ગુલાબ-કેસરના જળથી અભિષેક બાદ નશ્વર દેહની પાલખી યાત્રા કઢાશે. અંત્યેષ્ટીની આ શાસ્ત્રોક્ત વિધિઓ પાંચ પંડિતો દ્વારા કરાવાશે. જેમાં રાજકોટના નામાંકિત શાસ્ત્રી સ્વ.વજુભાઈ ત્રિવેદીના પૌત્ર કૌશીકભાઈ ત્રિવેદી મુખ્ય પુરોહિત રહેશે. સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરાશે.


આ પણ વાંચો : સોખડા હરિધામ મંદિરના નવા ગાદીપતિ કોણ બનશે? આ નામ છે ચર્ચામાં


ભક્તોને મંદિરમા પ્રવેશ  નહિ 


આજે કોઈ ભક્તને અંતિમ દર્શન માટે મંદિર (sokhda temple) માં પ્રવેશ આપવામાં નહિ આવે. ભક્તો ઘરમાં રહીને જ ઓનલાઇન દર્શન કરી શકશે. કોરોના મહામારીના કારણે આજે ભક્તોને મંદિરમાં પ્રવેશ નહિ મળે.