ક્રિકેટ સિવાય અન્ય ગેમમાં ગુજરાતને પહેલીવાર અર્જુન એવોર્ડ અપાવનાર હરમિત દેસાઇ
કોઇપણ ખેલાડી માટે અર્જુન એવોર્ડ મેળવવાનું લક્ષ્ય ત્યારથી હોય છે. જ્યારથી તે રમવાનું શરૂ કરે છે. ભારતના અનેક ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ દર વર્ષે અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાતના બે ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે જો કે, મહત્વની વાત એ છે કે ક્રિકેટ સિવાય અન્ય કોઇ સ્પોર્ટસના ખેલાડીને અર્જુન એવોર્ડ અપાયો હોય તેવી પહેલી ઘટના છે. મૂળ સુરતના એવા હરમિત દેસાઇને ટેબલટેનિસની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને લઇને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે.
તેજશ મોદી/સુરત: કોઇપણ ખેલાડી માટે અર્જુન એવોર્ડ મેળવવાનું લક્ષ્ય ત્યારથી હોય છે. જ્યારથી તે રમવાનું શરૂ કરે છે. ભારતના અનેક ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ દર વર્ષે અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાતના બે ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે જો કે, મહત્વની વાત એ છે કે ક્રિકેટ સિવાય અન્ય કોઇ સ્પોર્ટસના ખેલાડીને અર્જુન એવોર્ડ અપાયો હોય તેવી પહેલી ઘટના છે. મૂળ સુરતના એવા હરમિત દેસાઇને ટેબલટેનિસની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને લઇને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે.
7 વર્ષની ઉંમરથી ટેબલટેનિસની રમતની પસંદગી કરી પોતાનું કેરિયર બનાવવાનું જૂનૂન જેના માથે સવાર હતું તેવા મૂળ સુરતના હરમિત દેસાઇને આખરે એક વર્ષના લાંબા અંતરાળ બાદ આ વર્ષે અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. જે સમયે સુરતમાં ટેબલ ટેનિસની રમત રમનાર આંગળીના વેઢે ગણાય તેટલા જ ખેલાડીઓ હતા. ગુજરાતમાં પણ ટેબલટેનિસની ગેમને કોઇ મહત્વ આપવામાં નહોતુ આવતું. તેવા સમયે હરમિતના પિતા રાજુલ દેસાઇ જે પોતે ટેબલ ટેનિસ રમતા હતા. તેમને પોતાના પુત્ર હરમિત માટે ટેબલ ટેનિસની ગેમ પસંદ કરી હતી.
આતંકી હુમલાની દહેશતને પગલે ગુજરાત-રાજસ્થાનની રતનપુર બોર્ડર સીલ કરાઈ
સતત તેની પાછળ મહેનત કરી હરમિતને શિખર સ્થાને પહોંચાડ્યો છે. હરમિતની કારકીર્દીમાં તેના પિતાનું મહત્વનું યોગદાન છે. હરમિતના પિતા રાજુલ દેસાઈનું કહેવું છે કે, હરમિતે જ્યારે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું ત્યારે તેનો મોટો ભાઈ તેને કોચિંગ આપતો હતો. પરંતુ હરમિતની ગેમ વધુ સારી બને તે માટે ગુજરાત બહાર જ્યાં ટેબલ ટેનિસની ગેમ ખૂબ રમાતી હતી. ત્યાંથી પ્લેયરોને સુરત લાવવામાં આવતા હતા. જેમનો રહેવાનો અને ખાવાનો તમામ ખર્ચ હરમિતનો પરિવાર ઉઠાવતો હતો. હરમિત આ ખેલાડીઓ સાથે મેચ રમી પોતાની ગેમ સુધારતો હતો. આમ ધીમેધીમે હરમિતની ગેમ સુધરવા માંડી હરમિતની પસંદગી પહેલા સુરત બાદમાં ગુજરાત અને રાષ્ટ્રીયથી આંતર રાષ્ટ્રીય ટીમમાં થવા લાગી.
સુરત : રમતા-રમતા 2 વર્ષનો બાળક 35 લિટરની ટાંકીમાં ડૂબી ગયો, પરિવારે શોધખોળ કરતા મૃત મળ્યો
હરમિત દેસાઇની માતા અર્ચના દેસાઈ કહ્યું હતું કે તેને પોતાના કેરિયર માટે ખૂબ મહેનત કરી છે. પોતાના પરિવારના પ્રસંગોથી દૂર રહેવાની સાથે અભ્યાસને પણ એક તબક્કે પડતુ મુક્યુ હતુ. દરરોજ 8થી9 ક્લાક પ્રેક્ટિસ કરતો હરમિત પોતાની ગેમને સતત સુધારતો ગયો હતો. કોમનવેલ્થ ગેમની રમતમાં ભારતીય ટીમને જે સિદ્ધિ મળી તે સિદ્ધિમાં હરમિત પણ ટીમનો સભ્ય હતો. હરમિતની માતાનું માનવું છે કે હરમિતે જે સપનું જોયું હતું તે હાંસલ કરવામાં તેને ખૂબ મહેનત કરી છે. પોતાનું વજન ન વધી જાય તે માટે છેલ્લા ત્રણ વર્ષથી મિઠાઇનો એક ટુકડો પણ ખાધો નથી. અર્જુન એવોર્ડ તેનું એક સ્વપ્ન હતું જે ગત વર્ષે અધુરૂ રહી ગયું હતું કારણ કે, ગત વર્ષે નોમિનેશમ મળ્યુ હતું પણ પસંદગી થઇ ન હતી. હરમિતની સિદ્ધિએ સુરત અને ગુજરાતના ખેલાડીઓને એક નવો રસ્તો બતાવ્યો છે.
માત્ર ગુજરાતમાં જોવા મળતા ટાઈગર બટરફ્લાયને સ્ટેટ બટરફ્લાય જાહેર કરવાની તૈયારી
ભારતમાં ક્રિકેટની રમતના ખેલાડીઓને ભગવાન ગણવામાં આવે છે મોટાભાગના એવોર્ડો હોય કે પછી એડવર્ટાઇઝના કોન્ટ્રાક્ટો તમામ ક્રિકેટરોને જ મળતા હોય છે પરંતુ જે રીતે હરમિત જેવા ખેલાડીઓએ બીજી રમતોમાં ભારતનું નામ રોશન કર્યું છે તેનાથી એક વાતતો સ્પષ્ટ છે કે, જો સરકાર ક્રિકેટ સિવાય અન્ય સ્પોર્ટસને પણ પ્રોત્સાહન આપે તો આ ખેલાડીઓ પણ ભારતનું નામ વિશ્વના ફલક પર અંકિત શકે છે. અહીં મહત્વનું એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલી ખેલ મહાકુંભનો ફાયદો હરમિત જેવા ખેલાડીઓને મળ્યો છે અને આજે તેનું પરિણામ આપણી સામે છે.