હર્ષ સંઘવી Vs ઈસુદાન: `IPLની કમાણી પર ટેક્સ નાખશો તો ગરબા પર ટેક્સ નહી નાખવો પડે`
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બધુ પતી ગયુ તો હવે વિપક્ષે ગરબા પકડ્યા છે. અગાઉ પ્રતિ ટિકિટનો ભાવ 500 હોય તો 15 ટકા વેટ હતો.
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં ગરબા પર ટેક્સ મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગરબા પર રાજનીતિ કરનારાઓ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આકરા પ્રહાર કર્યા. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બધુ પતી ગયુ તો હવે વિપક્ષે ગરબા પકડ્યા છે. અગાઉ પ્રતિ ટિકિટનો ભાવ 500 હોય તો 15 ટકા વેટ હતો. સંઘવીના નિવેદન પર આપ નેતા ઈસુદાન ગઢવીએ પ્રહાર કરતા કહ્યું કે ગરબા પર ટેક્સ મુદ્દે ગૃહરાજ્યમંત્રીએ જનતાની માફી માગવી જોઈએ અને IPLની કમાણીમાં ટેક્સ નાખશો તો ગરબા પર ટેક્સ નહી નાખવો પડે.
આ વિશે જણાવી દઈએ કે, હાલમાં ગરબા પર GST મુદ્દાને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે ગરબા પર રાજનીતિ કરનારાઓ સામે હર્ષ સંઘવીએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, બધું પતી ગયું તો વિપક્ષે ગુજરાતના ગરબા પકડી લીધા છે. પ્રતિ ટિકિટનો ભાવ 500 હોય તો પહેલા 15 ટકા વેટ તો હતો. તેના પર ઈસુદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરી જવાબ આપ્યો હતો.
ગુજરાતી સિંગર વિજય સુવાળાને સત્તાનો નશો ચઢ્યો! પોલીસકર્મી સાથે દાદાગીરી કરતો VIDEO વાયરલ
ઈસુદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, ગુજરાતના ગરબા પર ટેક્સ લગાવીને હિન્દુ સમાજની લાગણીઓ ભાજપ સરકારે દુભાવી છે. ગરબા પર ટેક્સ નાંખ્યો છે તો આઈપીએલ પર ટેક્સ નાંખોને.. તેમાં કેમ ટેક્સ નથી નાખતા. ગરબા પર ટેક્સ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ જનતાની માફી માંગવી જોઈએ. સીઆર પાટીલે માફી માંગવી જોઇએ તે મરાઠી છે, ગરબા ગુજરાતની સંસ્કૃતિ છે. આઇપીએલની કમાણી પર ટેક્સ નાંખો તો ગરબા પર 50 વર્ષ સુધી ટેક્સ ન નાખવો પડે.
ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં મોટી સંખ્યામાં ડ્રગ્સ ઝડપાાઈ રહ્યું છે, ત્યારે ઈસુદાને જણાવ્યું કે ડ્રગ્સ પકડવાનો દાવો કરો છો તે ડ્રગ્સ ક્યાંયથી પકડાયું? કયા બંદરેથી પકડાયુ? કયા નેતા દ્વારા હવાલો પાડ્યો હતો? એ તો જાહેર કરો. પાકિસ્તાનથી ડ્રગ્સ આવ્યું હતું તો રૂપિયા કોણે ચુકવ્યા હતા.
ઈસુદાને પોતાની સાથે બનેલી એક ઘટના વિશે જણાવ્યું હતું કે, જો વિપક્ષનો નેતા હોત તો તમે ક્યારેનોય પકડી લીધો હોય, મેં દારૂ નહોતો પીધો છતાં મને પકડ્યો હતો. અત્યાર સુધી રાજ્યમાં એક લાખ કરોડનું ડ્રગ્સ ધુસી ગયાનો અંદાજ છે. ગુજરાતની સરકાર પણ બેફામ બની માફિયાઓ તરફથી ઘૂસાડવામાં આવતું ડ્રગ્સ આવવા દેતી હોવાનો અંદાજ છે.
ઈસુદાન ગઢવીએ ઉમેર્યું હતું કે, નવસારીમાં રાધા કૃષ્ણનું મંદિર તોડી પાડ્યું. એ હિન્દુ વિરોધી માનસિકતા દર્શાવે છે. આ સંદર્ભે સી આર પાટીલની પણ હિન્દુ વિરોધી માનસિકતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube