આશ્કા જાની/અમદવાદ :આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે બે દિવસની ગુજરાત મુલાકાતે છે. ગઈકાલે વડોદરામાં રોડ શો દરમિયાન કેજરીવાલે કહ્યુ હતું કે, મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો, ભગવાને મને એક ખાસ કામ સાથે મોકલ્યો છે, આ કંસની ઓલાદોનો નાશ કરવા માટે. ત્યારે કેજરીવાલના આ નિવેદનનો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જડબાતોડ જવાબ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હર્ષ સંઘવીનો જવાબ
અરવિંદ કેજરીવાલના કંસવાળા નિવેદન પર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, કેજરીવાલનો જન્મ તો બદલાતો રહે છે. હું કેજરીવાલ પર કઈ બોલવા માંગતો નથી. એમના મંત્રી ધર્માંતરણનો આવો મોટો કારસો રચે છે. ગુજરાતના લોકો એમને ઓળખી ગયા છે. કેજરીવાલ ક્યારે કોના ભક્ત છે તે નક્કી નથી થતું. 



સીઆર પાટીલનો જવાબ
અરવિંદ કેજરીવાલ પર ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, કેજરીવાલ જેવા જુઠ્ઠા વ્યક્તિ બીજા કોઈ ન હોઈ શકે. ગુજરાતીઓને કંસ કહીને પણ લેવા આવ્યા છે મત. કેજરીવાલે વાણિવિલાસ કરતા પહેલા વિચાર કરવો જોઈએ. 



કેજરીવાલનું કંસવાળું નિવેદન
અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યુ હતું કે, આ બધા કંસની ઓલાદ છે. આ બધા લોકો ભગવાનનું અપમાન કરે છે, ભક્તોનું અપમાન કરે છે, બધી જગ્યાએ ગુંડાગર્દી કરે છે, લફંગાઇ કરે છે, મારપીટ કરે છે, હું તેમને કહેવા માંગુ છું કે, મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો, ભગવાને મને એક ખાસ કામ સાથે મોકલ્યો છે, આ કંસની ઓલાદોનો નાશ કરવા માટે. જેટલા પણ ભ્રષ્ટાચારી, ગુંડાગર્દી કરવાવાળા લોકો છે એ સૌને જનતાથી મુક્તિ અપાવવા માટે આપણે સૌ ભેગા મળીને ભગવાનનું આ કાર્ય પૂરું કરીશું. ભગવાન અમારી સાથે છે, લોકો અમારી સાથે છે,જનતા પરિવર્તન ઈચ્છે છે અને તેના કારણે આ લોકો બધી બાજુથી બોખલાઈ ગયા છે. હું તેમને કહેવા માંગુ છું કે, તમે કેજરીવાલને નફરત કરી લો, પરંતું જો ભગવાન વિરુદ્ધ આવા અપશબ્દો લખશો તો જનતા તેને સહન કરશે નહીં.