ઝી મીડિયા/બ્યૂરો :પશ્ચિમ બંગાળથી TMCના સાંસદ મહુઆ મોઈત્રા (mahua moitra) ના જૈન ધર્મ અંગે સંસદમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. મહુઆ મોઈત્રાએ સંસદમાં કહ્યુ હતું કે, સરકાર દેશમાં યોગ્ય વાતાવરણ નથી બનાવી શકી. જૈન યુવકોએ ઘરેથી છૂપાઈ માંસાહાર (non veg) કરવો પડે છે. ત્યારે સંસદમાં મહુઆના નિવેદન બાદ ગુજરાતના નેતાઓમાં રોષ જોવા મળ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ મામલે વળતો પ્રહાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ TMC ની સાંસદ મહુવા મોઈત્રા હંમેશા વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે જૈન ધર્મ પર કટાક્ષ કર્યો છે. સંસદમાં જૈન ધર્મ પર નિવેદન આપીને તેમણે મોટી મુસીબત વ્હોરી લીધી છે. મહુાવા મોઈત્રાએ જૈન ધર્મના યુવઓને માંસાહારી ગણાવ્યા છે. મહુવા મોઈત્રાએ સંસદમા આપેલા આ નિવેદન પર સોશિયલ મીડિયામા તેમની વિરુદ્ધ ગુસ્સો ફાટી નીકળ્યો છે. તમામ લોકો મહુવા પર કાર્યવાહી કરવા માંગ કરી રહ્યાં છે. આ મામલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજકારણમાં જૈન ધર્મ પર નિવેદન શરમજનક છે. 



તો સીઆર પાટીલે કહ્યુ કે, જૈન ધર્મ દુનિયાના પ્રાચિન ધર્મ પૈકી એક છે. જૈન ધર્મ અહિંસા શીખવે છે. જૈન ધર્મ પર મોઈત્રાની વિવાદાસ્પદ ટિપ્પણીને લીધે રોષ છે. 


સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન મહુવા મોઈત્રાનુ ઉગ્ર રૂપ જોવા મળ્યુ હતું. તેમણે ગોમૂત્રનો હવાલો આપીને બીજેપ સાંસદો પર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભાઈમાં મહુવાએ નિવેદન આપ્યુ હતુ કે, સરકાર આવી પરિસ્થિતિથી ડરે છે કે, અમદાવાદમાં જૈન યુવા કોઈ લારી પર જઈને કબાબ ખાઈ શક્તા નથી. 


તેમના આ નિવેદનથી લોકોમાં નારાજગી જોવા મળી છે. જૈન સમાજના યુવકોને માંસાહારી બતાવવા પર મહુવાની વિરુદ્ઘ સોશિયલ મીડિયા પર લોકોની નારાજગી સામે આવી છે.