બ્રિજેશ દોશી, અમદાવાદ: ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર અમદાવાદ માટે ઐતિહાસિક ક્ષણ હોય છે. વર્ષોથી યોજાતી આ રથયાત્રા અમદાવાદ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બની રહે છે. આ યાત્રામાં દેશ વિદેશના અનેક શ્રદ્ધાળુઓ ભાવ પૂર્વક જોડાય છે.જગન્નાથ મંદિર ઓડિશા બાદ ભારતમાં સૌથી મોટી યાત્રા અમદાવાદ ખાતે આયોજિત થાય છે. આ જગન્નાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ ગંભીર વિષય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમગ્ર યાત્રાની સુરક્ષા સુચારુ રીતે થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ કાળજી પોલીસ તંત્ર અને ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લઈ રહ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે અને મંદિરના વ્યવસ્થાપન સમિતિ સાથે અનેક બેઠકો યોજાઈ રહી છે.પોલીસ સાથે સી.આર.પી. એફ., બી.એસ. એફ. ઉપરાંત બોડી વોરન કેમેરા અને ડ્રોન દ્વારા સમગ્ર યાત્રા પર બાજ નજર રાખવામાં આવશે.


આ તમામ વ્યવસ્થાઓ ના રિહર્સલ સ્વરૂપે યાત્રાના રૂટ પર આજે તા.૨૮મી જૂનના રોજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કરશે. યુવા અને નિર્ણાયક ગૃહમંત્રીનું આ પગલું લોકોમાં યાત્રાની સુરક્ષા બાબતનો વિશ્વાસ વધુ મજબૂત કરશે અને ગુજરાતના ગૌરવ સમાન અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની યાત્રા હર્ષોલ્લાસ સાથે સંપન્ન થશે તેવો વિશ્વાસ વ્યક્ત થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube