ઝી બ્યુરો/સુરત: સુરતના હર્ષિત બધેરીયાએ CMA ની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં છઠ્ઠો ક્રમ મેળવી આખા ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. ત્યારે તેની જ સાથે હર્ષિલ કપાલીયા પણ ઓલ ઇન્ડિયામાં દસમો ક્રમ મેળવી આખા ગુજરાતમાં બીજા ક્રમે આવ્યો છે. જોકે ગત જૂન 2023માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (CMA) દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. જેનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ગણાઈ રહી છે અંતિમ ઘડીઓ! ગુજરાતમાં મેઘરાજા સૌથી પહેલા કયા વિસ્તારમાંથી કહેશે બાય


ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા CMA દ્વારા ગત જૂન 2023માં પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે આજરોજ તેમના જ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ફરી એક વખત સુરતના વિદ્યાર્થીઓ આખા દેશમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સુરત નવ વિદ્યાર્થીઓ ટોપ 15 માં સ્થાન મેળવ્યું છે. 


ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો! આ સંઘની 151 મીટર લાંબી ધ્વજા આકર્ષણનું કેન્દ


સુરતના હર્ષિત બધેરીયા આ પરીક્ષામાં 800 માંથી 563 માર્ક્સ મેળવી ઓલ ઇન્ડિયામાં છઠ્ઠા ક્રમે અને આખા ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે.તેમની સાથે જ હર્ષિલ કપાલીયા પણ આ પરીક્ષામાં 800 માંથી 547 માર્ક્સ મેળવી ઓલ ઇન્ડિયામાં દસમાં ક્રમે આવી આખા ગુજરાતમાં બીજા ક્રમે આવ્યો છે. 


ગુજરાતના 4 જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ; યાત્રાધામ અંબાજીમાં ફરી રસ્તા બન્યા નદીઓ


જોકે આ વખતે CMA ની પરીક્ષામાં ગ્રુપ એ માં કુલ 7892 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 595 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે કુલ 7.54 ટકા જેટલું પરિણામ આવ્યું છે. ત્યારે ગ્રુપ બી માં 1277 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 132 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરી છે. એટલે કે કુલ 10.34 ટકા જેટલું પરિણામ આવ્યું છે. 


હે પ્રભુ! સુરતમાં 20 વર્ષીય યુવકનું મોત, બપોરે જમીને સૂઈ ગયો, પછી જાગ્યો જ નહીં