Harsiddhi Mata Temple: સૌરાષ્ટ્રની ધરતીને સંત અને સુરાની ધરતી કહેવાય છે. આ પવિત્ર ધરતી પર અનેક મંદિર અને પવિત્ર સ્થળ આવેલા છે. આ જગ્યાઓ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીંના કેટલાક મંદિરો તેની અનોખી પરંપરાના કારણે પણ પ્રખ્યાત છે. આજે તમને આવા જ એક મંદિર વિશે જણાવીએ જે સૌરાષ્ટ્રમાં આવેલું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


નાકના ટેરવાથી સ્પીડમાં ટાઈપિંગ કરી શકે છે રાજકોટનો આ યુવાન, સર્જ્યો અનોખો રેકોર્ડ


શું તમને ખબર છે વડનગરનો ઈતિહાસ? આજે રાત્રે ડિસ્કવરી પર પ્રસારીત થશે અનંત અનાદિ વડનગર


માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર


આ મંદિર જામકંડોરણા તાલુકાના જશાપર ગામે આવેલું છે. આ મંદિર હરસિદ્ધિ માતાજીનું છે. આ મંદિર સાથે એક અનોખી માન્યતા જોડાયેલી છે. સામાન્ય રીતે મંદિરમાં દર્શન કર્યા બાદ પ્રસાદી તરીકે સાકર, શ્રીફળ, મીઠાઈ કે ફળ મળે છે. પરંતુ આ મંદિરમાં માતાજીની પ્રસાદી તરીકે ચા આપવામાં આવે છે. આ મંદિરની ચાનો અનોખો મહિમા છે. 


આ મંદિર ખાતે દુર દુરથી લોકો દર્શન કરવા અને ચા પીવા આવે છે. લોકોનું માનવું છે કે માતાજીની પ્રસાદી ચા પીવાથી હરસ, ભગંદર, હાથ પગના દુખાવા જેવી બીમારી મટી જાય છે. 


હરસિદ્ધિ માતાનું આ મંદિર વર્ષો જુનું છે. અહીં માતાજી હાજરાહજુર બીરાજે છે તેવું ભક્તોનું માનવું છે. આ મંદિર ખાતે લોકો માનતા પણ રાખે છે. લોકોનું કહેવું છે કે માતાજી દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિર ખાતે શુક્રવારે અને રવિવારે દર્શન કરવાનો અનેરો મહિમા છે. આ દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)