પશુ વેતર પીરિયડમાં આવ્યું છે કે કેમ? આ અનોખુ સંશોધન પશુપાલકો માટે આશીર્વાદ રૂપ બનશે
ભારત વિશ્વમાં માત્ર દૂધ ઉત્પાદનમાં જ નહીં પરંતુ પશુઓની ગણતરીના મામલામાં પણ પ્રથમ ક્રમે છે. આ હકીકત હોવા છતાં પણ ગાયનું સરેરાશ દૂધ ઉત્પાદન અન્ય મોટા દૂધ ઉત્પાદક દેશોની સમકક્ષમાં નથી. દર વર્ષે ઉત્પાદિત થતા કુલ દૂધમાંથી 3% દૂધનો બગાડ થાય છે.
બુરહાન પઠાણ/આણંદ: પશુ વેતર પીરિયડમાં આવ્યું છે કે કેમ? તે હવે પશુ પાલકો એક સેન્સર ડીવાઈસથી જાણીને પશુનું સમયસર ગર્ભાધાન કરાવી શકશે. તેમજ ગાયના દુધથી ગાયને મેસ્ટાઈટીસ બીમારીનું સમયસર નિદાન મેળવી શકશે. આણંદ જિલ્લાના ન્યુ વલ્લભવિદ્યાનગરની એડીઆઈટી કોલેજના વિદ્યાર્થીઓએ આ માટે સંપૂર્ણ સ્વદેશી ડીવાઈસનું સંશોધન કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને 500થી વધુ ગાય- ભેંસ જેવા પશુઓ પર પ્રયોગ કરી સફળતા મેળવી છે.
ભારત વિશ્વમાં માત્ર દૂધ ઉત્પાદનમાં જ નહીં પરંતુ પશુઓની ગણતરીના મામલામાં પણ પ્રથમ ક્રમે છે. આ હકીકત હોવા છતાં પણ ગાયનું સરેરાશ દૂધ ઉત્પાદન અન્ય મોટા દૂધ ઉત્પાદક દેશોની સમકક્ષમાં નથી. દર વર્ષે ઉત્પાદિત થતા કુલ દૂધમાંથી 3% દૂધનો બગાડ થાય છે, અથવા તો દૂધ યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતું નથી. આ 3% નો બચાવ કરવાથી ભારતના કેટલાક પ્રદેશોની દૂધની જરૂરિયાત એક વર્ષ સુધી પૂરી થઈ શકે છે.
મુસ્લિમ દીકરીએ ઈતિહાસ રચ્યો! હિન્દુઓને પણ શરમાવે તેવા સંસ્કૃત જ્ઞાનથી પીએચડી થઇ
જો ગાયને કોઈપણ બેક્ટેરિયાના ચેપ વિના સમયસર ગર્ભિત કરવામાં આવે તો, ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પન્ન કરી શકશે અને દૂધ ઉત્પાદનમાં વધારો થશે. ઉપરોક્ત હાંસલ કરવા માટે "ઈસ્ટ્રસ સાયકલ" ની સમયસર તપાસ અને મેસ્ટાઇટીસ (આંચળનો રોગ) ની વહેલી તપાસ જરૂરી છે.જેના સંબોધન માટે ન્યુ વલ્લભવિદ્યાનગરની એ. ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી કોલેજના ચોથા વર્ષના વિદ્યાર્થીઓની ટીમએ, “FitCow” નામનો પ્રોજેક્ટ હાથ ધર્યો. હતો જેમાં ટીમનાં વિદ્યાર્થીઓ પ્રજ્જવલ અનિલકુમાર પારખે, ઓમકાર પ્રદીપ શેવડે, વૃંદા ચિરાગકુમાર શાહ, રીઆ જશવંતભાઈ પટેલ, અક્ષત બારોટ, આર્યન દોંગા, ધૈર્ય પટેલએ આ પ્રોજેક્ટ હેઠળ સંશોધન હાથ ધર્યું હતું જેને ડૉ. અંકિતા સિંઘએ માર્ગદર્શન આપ્યું હતું.
મેસ્ટાઇટીસ એ બેક્ટેરિયા અથવા યાંત્રિક ઇજાને કારણે થનાર ચેપ છે જેના કારણે આંચળની પેશીઓ ફાટી જાય છે અને રક્ત ના અણુઓ દૂધમાં ફેલાય છે જે દૂધની કન્ડકટીવીટી વધારે છે. મેસ્ટાઇટીસ દૂધમાં હાનિકારક બેક્ટેરિયા હોય છે જે મનુષ્યમાં ચેપનું કારણ બની શકે છે મેસ્ટાઇટીસ થી ગાયના આંચળમાં બળતરા થાય છે અને તે ખેતરની અન્ય તંદુરસ્ત ગાયોમાં ફેલાય શકે છે. મેસ્ટાઇટીસ ની વહેલી તપાસ ગાયની રોગિષ્ઠતા અને ગાયની અનિવાર્ય મૃત્યુ ઘટાડે છે
ઈસ્ટ્રસ સાયકલ એ 12-18 કલાકનો સમય છે જે દરમિયાન ગાયોને કૃત્રિમ બીજદાન દ્વારા ગર્ભિત કરી શકાય છે. ખેતરમાં મોટી સંખ્યાના ઢોરોને કારણે અથવા ઘણીવાર રાત્રિ દરમિયાન ઈસ્ટ્રસ સાયકલનો સમય ચૂકી જવાય છે. જો આ શોધી ના શકાય, તો તે અયોગ્ય સંવર્ધન, અનિયમિત પ્રજનન ક્ષમતા અને દૂધની ઉપજમાં ઘટાડો કરશે. ઈસ્ટ્રસ સાયકલ દરમિયાન ગાયોમાં ઘણા શારીરિક ફેરફારો થાય છે જેના આધારે આપણે ઈસ્ટ્રસ સાયકલ શોધી શકીએ છીએ.
ગુજરાતમાં હવે દીકરીઓ સલામત નથી! પાટણમાં શાળાએ જતી વિદ્યાર્થિની પર જીવલેણ હુમલો
FitCow દ્વારા બે ઉપકરણો વિકસાવ્યા છે; એક સબ-ક્લિનિકલ સ્તરે મેસ્ટાઇટીસ શોધવા માટે અને બીજું ઢોરની હલન ચલન અને ચરવાની પ્રવૃત્તિના આધારે ઈસ્ટ્રસ સાયકલ શોધવા માટે. મેસ્ટાઇટીસ ને જાણવા માટે ડિવાઈસમાં પ્રોબ હોય છે, જયારે એ દૂધના નમૂનામાં ડૂબાડવામાં આવે છે, ત્યારે મેસ્ટાઇટીસ ચેપનું સબ-ક્લિનિકલ સ્તર દર્શાવે છે. હાલમાં મેસ્ટાઇટીસ ડિટેક્શન માટે બજારમાં ઉપલબ્ધ ઉપકરણનો લગભગ કિંમત 50 હજાર છે છે, અને ઈસ્ટ્રસ સાયકલ ની જાણ માટે આયાત કરેલ સાધનની કિંમત 7500 રૂપિયા છે. ત્યારે “મેક ઇન ઇન્ડિયા” ના ઉદ્દેશ્યને અનુરૂપી ને વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવેલી આ ટેક્નોલૉજી ખર્ચની અને વપરાશની દ્રષ્ટિએ મેસ્ટાઈટીસ ડિટેક્શનની કિંમત માત્ર 10000 રૂપિયા અને ઈસ્ટ્રસ સાયકલ ડિટેક્શનની કિંમત માત્ર 1500 રૂપિયા છે,
ઉપકરણ દૂધના ઉત્પાદનમાં વધારો કરવા અને ઉત્પાદિત દૂધની સુસંગતતા અને ગુણવત્તાની ખાતરી કરવા માટે ખૂબ જ જરૂરી છે. બંને ઉપકરણોનો ડેટા ક્લાઉડમાં સંગ્રહિત કરવામાં આવશે અને એપ્લિકેશન દ્વારા વપરાશકર્તાને સરળ ફોર્મેટમાં મળશે. ખેડૂતે કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નથી અને તે આરામથી પોતાના પશુઓની દેખરેખ ઘરે બેઠા કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube