ઝી બ્યુરો/અમદાવાદ: ભારે વરસાદને કારણે અમદાવાદનાં તમામ રસ્તાઓ ધોવાઇ જતાં અમદાવાદ કોર્પોરેશનની પોલ તો ખુલી ગઇ, પરંતુ તેનાથી શહેરીજનોને શું ફાયદો? હાલ શહેરીજનોને મોટું નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે ભરાયેલા પાણીમાં ફસાયેલા વાહનો બગડી ગયા છે. ગાડીઓ અને ટૂ-વ્હીલરોને મોટું નુકસાન થયું છે. અમદાવાદના ખાનગી ગેરેજ અને કંપનીનાં સર્વિસ સેન્ટરો જાણે પાર્કિંગ સ્ટેન્ડ બની ગયાં હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ ઉભું થયું છે. વાહનોને રિપેર કરાવવા સર્વિસ સેન્ટરો પર વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ભારે વરસાદ બાદ બગડેલી ગાડીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે. ખાનગી ગેરેજ અને કંપનીનાં સર્વિસ સેન્ટરોમાં જ્યાં એક દિવસમાં માત્ર પાંચથી સાત ગાડી સર્વિસ માટે આવતી હતી, ત્યાં આજે 25 થી 30 ગાડી સર્વિસ માટે આવી રહી છે. વર્કશોપમાં 75 થી 80 ગાડીઓનું વેઇટીંગ છે. જેણા કારણે ગેરેજમાં કામ કરતા કર્મચારીઓ પણ ઓવર ટાઇમ કરી રહ્યા છે. 


ગોધરાકાંડ બાદ અહેમદ પટેલના ઈશારે તિસ્તાને લાખો રૂપિયા મળ્યા, SITની એફિડેવિટમાં ખુલાસો


જો તમારું વાહન રીપેરિંગમાં મૂકવું હશે તો વર્કશોપમાં પંદરથી 20 દિવસનું સર્વિસ વેઇટીંગ છે. ઘણા વાહન માલિકો વધારે રૂપિયા આપી ગાડી સર્વિસ કરવાની ઓફર કરે છે. શહેરમાં ભારે વરસાદના કારણે ગાડીમાં પાણી ભરાઈ જવાના કારણે ગાડીઓ અને ટૂવ્હીલરના એન્જિન સ્ટક થવું, વાઇરીગ ડેમેજ, વાહનોમાં ગાડીનું ટોટલ લોસ, લોક થઈ જવી, ECM ફેઇલ થઈ જેવી અનેક સમસ્યાઓ ઉદ્દભવી છે.


માત્ર ફોર વ્હીલર્સ નહીં, પરંતુ ટૂ-વ્હીલર સર્વિસ સેન્ટર પર પણ બાઈકો સહિતના ટૂવ્હીલર મોટા પ્રમાણમાં સર્વિસ માટે આવી રહી છે. છેલ્લા 3 દિવસથી ખાનગી ગેરેજ અને કંપનીનાં સર્વિસ સેન્ટરો જાણે કસ્ટમર કેર બન્યા હોય તેમ ફોન રણક્યા કરે છે. અમુક લોકો તો પોતાનું વાહન ઘરે જ રિપેર કરવા બોલાવે છે.


શ્રાવણ પહેલા જ શકુનીઓ સક્રિય: કોંગ્રેસના કાઉન્સિલર સહિત 7 શખ્સો જુગાર રમતા ઝડપાયા


નોંધનીય છે કે, અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે ખાડા પડી ગયા છે, જેણા કારણે અનેક અકસ્માતો થઈ રહ્યા છે. છતાં તંત્ર ઉંઘતું ઝડપાયું છે. વરસાદ બાદ ઠેર-ઠેર રસ્તાઓ પર ખાડાઓ પડતા વાહનચાલકો અને નાગરિકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ ડિસ્કો બનતા ચાલકોની હાલત દયનીય બની છે. ત્યારે કોર્પોરેશન હજુ પણ શહેરમાં ખાડાનું પુરાણ કર્યાની વાતો કરી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે આ બેદરકારીની જવાબદારી ક્યારે સ્વીકારશે. આ સરકારે જેમ નાગરીકોની ચિંતા વ્યક્ત કરીને ટ્રાફિકનાં દંડમાં વધારો કર્યો છે. તેમ કોર્પોરેશના અધિકારીઓને ક્યારે તેમની બેદરકારી બદલ દંડશે?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube