ઝી બ્યુરો/સુરત: બોલિવુડ ફિલ્મોમાં જે રીતે ધમકીઓ આપી હપતા વસૂલી કરવામાં આવતી હોય છે, તેવી રીતે ફિલ્મી સ્ટાઈલમાં સુરત શહેરમાં હપતા વસૂલીની એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં વેપારી પાસે માથાભારે શખસે 'તુજે યહા ધંધા કરના હે તો તુજે મેરે કો હર મહિને પંદરા હજાર દેના પડેગા કહીને ધમકી આપી હતી. માથાભારે હાસીમ સિદ્દીક દ્વારા હપ્તા પેટે રૂપિયા માંગવામાં આવ્યા હતા. ઘટના અંગે વેપારીએ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગુંડાગર્દી દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અપડેટ કરવું છે બાળકોનું આધાર કાર્ડ ? અહીં જુઓ સૌથી આસાન રીત, 2 મીનિટમાં જ ઘરબેઠા થશે


આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં માથાભારે હાસિમ સિદ્દીકીની ગુંડાગર્દી સામે આવી છે. હાર્ડવેરના વેપારીને ધંધો કરવા માટે હપ્તો ઉઘરાવતી ધમકી આપવામાં આવી છે. અને કહ્યું ધંધા કરના હૈ તો હર મહીને પંદરા હજાર દેને પડેંગે કહીં દુકાનદાર પાસેથી રૂપિયા પડાવ્યા હતા.  લીંબાયતના ગાંધી ચોક નજીક આ ઘટના બની હતી, જે સંદર્ભે લીંબાયત પોલીસે ખંડણી મામલે FIR નોંધી છે. 


સુરતની વિદ્યાર્થીનીઓએ કાઠું કાઢ્યું, પ્રજ્ઞાચક્ષુઓને ખતરાથી એલર્ટ કરતું મશીન બનાવ્યુ


લિંબાયત ખાતે આવેલા કુબા મસ્જિદની સામે ગાંધી ચોકમાં રહેતો ઈલ્યાસ ખાલીદ જનાબ ઈદગાહ રોડ કુબા મસ્જિદ સામે તવક્કલ ઈલેક્ટ્રીક અને હાર્ડવેયર નામથી દુકાન ધરાવે છે. 8મી જાન્યુઆરીના રોજ સાંજે માથાભારે હાસિમ સિદ્દીક તથા તેની સાથે અન્ય ત્રણ મારી દુકાને ધસી આવ્યા હતા અને મને ધમકી આપી કહેવા લાગ્યો હતો કે "તું ઇધર ક્યું ધંધા કરતા હૈ અને ગાળો આપવા લાગ્યો હતો તેમજ ધમકાવવા લાગ્યો હતો કે "તુજે યહાં ધંધા કરના હૈ તો તુજે મેરે કો હર મહિને પંદરા હજાર રૂપિયા દેના પડેગા". ધમકીને પગલે ડરી જતાં માથાભારે હાસિમને રૂ. 15 હજાર આપી દીધા હતા. ત્યારબાદ પણ હાસિમ અને તેના માણસો દ્વારા ફરી દુકાને આવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.


ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના જામનગરના એક કેસમાં આવ્યો ચુકાદો, જાણો સજા મળી કે રાહત?


ફિલ્મી ઢબે હપ્તાની ઉઘરાણી કરનાર હાસિમ સિદ્દીક અને તેની ગેંગની દાદાગીરી દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જ્યાં રૂપિયા લઈ લીધા બાદ ફરી વખત દુકાને આવીને વેપારીને ધમકી આપવામાં આવી હતી તે તમામ હરકત સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. રૂપિયા આપ્યા બાદ પણ આખરે ધમકી મળતા આ અંગે ઇલ્યાસ જનાબ દ્વારા હાસિમ સિદ્દીક અને તેની સાથે આવેલા અન્ય ત્રણ વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સાથે સીસીટીવી પણ રજૂ કર્યા છે. જેને લઇ લિંબાયત પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.