ઝી બ્યુરો/અમદાવાદ: ભ્રષ્ટાચારના પર્યાય સમાન બની ગયેલા અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડી પડાશે.  ZEE 24 કલાકે ભ્રષ્ટાચારના આ બ્રિજ સામે ઝુંબેશ ચલાવી હતી. જેના લીધે નિંભર તંત્રની ઊંઘ ઉડી અને હવે આ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. ખુદ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે આ જાહેરાત કરી છે.  ગુજરાતના સૌથી મોટા શહેર એટલે કે અમદાવાદમાં 40 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવાયો હતો.  જેમાં થયેલા ભ્રષ્ટાચારને ઝી 24 કલાકે ખુલ્લો પાડ્યો હતો. જેના લીધે હવે તંત્રએ કૌભાંડી કોન્ટ્રાક્ટરના ખર્ચે આ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લીધો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિજ તોડવાનો સમગ્ર ખર્ચ કૌભાંડી કોન્ટ્રાક્ટર કંપની અજય ઈન્ફ્રા ભોગવશે. એટલું જ નહીં નવો બ્રિજ બનાવવાનો ખર્ચ પણ અજય ઇન્ફ્રાએ જ ભોગવવો પડશે. આ સિવાય અજય ઈન્ફ્રા સામે ગુનો પણ નોંધાશે અને આ કંપનીને બ્લેકલિસ્ટ પણ કરાઈ છે. આ કૌભાંડીઓ 40 કરોડ રૂપિયા ખાઈ ગયા હતા અને માટીપગો બ્રિજ બનાવ્યો હતો. આ ઉપરાંત 4 વર્તમાન અને 4 નિવૃત કૌભાંડી અધિકારીઓ સામે પણ તપાસ શરૂ કરાઈ છે. આ મામલે 4 એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે. હકીકતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ આ બ્રિજનો રિપોર્ટ આવી ગયો હતો પરંતુ ચૂંટણી હોવાથી કૌભાંડીઓએ રિપોર્ટને દબાવી રાખ્યો હતો. 


હાટકેશ્વર બ્રિજ મામલે મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનની પ્રેસ કોન્ફ્રન્સના Live અંશો:-


  • આજે વચગાળાનો રિપોર્ટ આવ્યો છે

  • બાંધકામની ગુણવત્તા હલકી હોવાનુઁ મુખ્ય કારણ છે

  • કોન્ક્રીટની હલકી ગુણવત્તા જવાબદાર છે

  • જુદા જુદા જેટલા પણ ટેસ્ટ થયા એ બધામાં  આજ તારણ નીકળ્યું

  • બાંધકામ કરનાર કોન્ટ્રાકટર અને pmc એજન્સી સામે ક્રિમિનલ પ્રક્રિયા કરાશે

  • બંને ને કાયમી ધોરણે બ્લેકલિસ્ટ કરશે

  • amc ના 4 વર્તમાન ઇજનેરી અધિકારીઓ સામે પગલાં

  • નિવૃત્ત થયેલા અધિકારીઓને આજે ચાર્જશીટ આપવામાં આવી છે

  • કોન્ટ્રાકટરના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવામાં આવશે

  • પીલરનો ઉપરનો તમામ ભાગ તોડવામાં આવશે

  • બ્રિજ તોડવાની અને બનાવવાની કામગીરી કોન્ટ્રાકટર ના ખર્ચે જ કરવામાં આવશે

  • ક્રિમિનલ પોસેસ ચાલશે એ દરમ્યાન બ્રિજની કામગીરી કરાશે


બેટિંગ કરતા પહેલા ધોની કેમ ચાવે છે તેમનું બેટ? કારણ છે અત્યંત ચોંકાવનારું...


વિવાદિત હાટકેશ્વર બ્રીજને લઇ ઝી 24 કલાક પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, નિષ્ણાંત 3 સભ્યોની કમિટીનો તપાસ રિપોર્ટ આખરે મ્યુનિસિપલ કમિશનરને સોંપાયો છે. iit ગાંધીનગરના ગેસ્ટ પ્રોફેસર મહેશ ટંડન, iit રૂરકીના આસિસ્ટન્ટ પ્રોફેસર સંજય ચીકરમાન અને મુંબઈ સ્થિત સ્પેક્ર્ટમ ટેકનો કન્સલ્ટન્ટના એમડી ઉમેશ રાજશિરકે દ્વારા વચગાળાનો સંયુક્ત રિપોર્ટ સબમિટ કરાયો છે. હવે કોઈપણ સમયે રિપોર્ટ સંબંધી સત્તાવાર જાહેરાત  થઇ શકે છે.


ગુજરાતમાં રી-ડેવલપમેન્ટ પોલીસી કેમ છે નિષ્ફળ? આ રહ્યા જાણવા જેવા કારણો


સૂત્રો જણાવી રહ્યા છે કે નિષ્ણાંતો દ્વારા રિપોર્ટમાં હાટકેશ્વર બ્રિજ સંપૂર્ણ ઉતારી લેવાની ભલામણ કરાઈ છે. જવાબદાર કોન્ટ્રાકટર અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્જીનીયરીંગ પ્રા. લિમિટેડ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી શકે છે. કોન્ટ્રક્ટર તેમજ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી sgs ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એજન્સીને કાયમી રીતે બ્લેકલિસ્ટ કરવાની પણ ભલામણ કરાઈ છે. 


બ્રિજની કામગીરી સાથે સંકળાયેલા amc વિવિધ અધિકારીઓ સામે પણ કડક પગલાં લેવાની રિપોર્ટમાં ભલામણ છે. સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન પત્રકાર પરિષદ યોજી તમામ બાબતોની સત્તાવાર જાહેરાત કરશે. હાલ રિપોર્ટ મામલે મ્યુનિસિપલ કમિશનર રાજ્ય સરકાર સાથે સીધા સંપર્કમાં છે. રાજ્ય સરકારનો ફાઇનલ ઓર્ડર મળતા જ સત્તાવાર જાહેરાત કરાશે. 


રૂપિયાની કરી લો વ્યવસ્થા, 20 વર્ષ બાદ આવી રહ્યો છે ટાટા ગ્રુપનો આઈપીઓ, કમાણીની તક


તમને જણાવી દઈએ કે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ કમિટીને હાટકેશ્વર બ્રિજની તપાસ કરી 15 એપ્રિલ સુધીમાં તપાસ રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે હવે તપાસ કમિટીએ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યો છે. થોડીવારમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ મામલે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ થઈ શકે છે. 


આ આલિશાન બંગલામાં દેવ આનંદે વિતાવ્યા હતા 40 વર્ષ, પહેલીવાર સામે આવી અંદરની તસવીરો


નોંધનીય છે કે, માત્ર 5 વર્ષમાં કટકી બાજ કોન્ટ્રાક્ટરે બ્રિજની હાલત ખખડધજ કરી નાખી અને પ્રજાના ટેક્ષના પૈસા પાણીમાં ડૂબાડ્યા છે. જેના કારણે અમદાવાદ શહેરમાં આવેલા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. આ બ્રિજની તપાસ કરવામાં કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીમાં બ્રિજ એક્સપર્ટ, સ્ટ્રેન્ધન એક્સપર્ટ અને રૂડકીના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હાટકેશ્વર બ્રિજની ગુણવત્તામાં શંકા જતા કમિશનરે ત્રણ સભ્યોની કમિટી બનાવીને તપાસ કરવાના આદેશ આપ્યા હતા.  


તપાસ માટે બનાવી હતી એક્સપર્ટ કમિટી
સરકારી આદેશ બાદ મનપા કમિશનર બ્રિજની સ્થળ તપાસ કરવા પહોંચ્યા હતા અને બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રૂડકી ખાતે રિપોર્ટ મોકલવામાં આવ્યા છે, રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે અને જે તે અધિકારી જવાબદાર હશે તેમની સામે પગલાં લેવામાં આવશે.


સોનું ખરીદવાનું વિચારતા હોવ તો ઉતાવળ કરજો...ગગડ્યા છે આજે ભાવ, ચેક કરો લેટેસ્ટ રેટ


શું છે સમગ્ર મામલો?
અમદાવાદના હાટકેશ્વર બ્રિજ પરથી દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે. પરંતુ થોડા સમય પહેલા આ બ્રિજમાં મોટું ગાબડું પડ્યું હતું, જેના કારણે બ્રિજ વિવાદોમાં આવી ગયો હતો અને તેને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લોકોનું વિરોધ પ્રદર્શન અને કોન્ટ્રાક્ટર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમજ બ્રિજ બનાવવામાં નબળી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું હોવાનો આક્ષેપ કર્યો હતો.