અમદાવાદઃ પાટિદાર અનામત અને ખેડૂતોના દેવા માફીની માગણી સાથે ઉપવાસ પર ઉતરેલા હાર્દિકને મળવા ગુરૂવારે છઠ્ઠા દિવસે દિવસભર અનેક નેતાઓ આવતા રહ્યા હતા. આ દરમિયાન બુધવારે હાર્દિક દ્વારા પોલિસ પહેરા અંગે હાઈકોર્ટમાં કરાયેલી અરજીની ગુરૂવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટના જસ્ટિસ આર.પી. ઢોલરીયાએ નોટ બીફોર મી કરી હતી. હાર્દિકનાં વકીલ દ્વારા આ મામલે ચીફ જસ્ટીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા નોટ બીફોર મી કરાયા બાદ હવે, આવતીકાલે પાસની પીટીશન પર વધુ સુનવણી હાથ ધરાઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલને ગામડેથી તેમના દાદા મળવા આવ્યા હતા. દાદા સાથેની મુલાકાત બાદ હાર્દિક પટેલે ટ્વિટ કરીને લખ્યું કે, આજે ઉપવાસ આંદોલનના છઠ્ઠા દિવસે મારા દાદા ગામડેથી મળવા આવ્યા હતા. દાદાની આંખો ભીની હતી અને દુઃખી હતા. તેમણે કહ્યું કે, લડ ખેડૂતોની વાત છે. આપણી ગઈકાલ મજબૂત હતી, પણ આવનારી કાલ ખૂબ જ ખરાબ છે. તારે લડવાનું છે, આપણા સમાજને સામાજિક ન્યાય અપાવવાનો છે અને ખેડૂતોની દેવા માફી કરાવવાની છે. દેશને ખવડાવનારા ખેડૂતો ગરીબ અને લાચાર થઈ ગયા છે, આપણે ક્યાં સુધી સહન કરતા રહીશું. લડીશું ત્યારે જ તો બેટા જીતીશું.


[[{"fid":"180922","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


મોડી સાંજે હાઇકોર્ટના જાણીતા વકિલ બાબુ માંગુકીયાએ હાર્દીકની મુલાકાત લીધી હતી. તેમણે કહેયું કે, ગુજરાત સરકારે વોઇસ ઓફ ડિસેન્ટ કર્યું છે, જે લોકશાહી માં ચલાવી ના લેવાય. સુપ્રીમ કોર્ટ તાજેતરમાં જ એક કેસમાં ચુકાદો આપ્યો છે જેમાં 5 વ્યક્તિની ધરપકડ કરાઈ હતી ત્યારે સુપ્રીમે જણાવ્યું હતું કે, આ પ્રેસર કુકર છે. સેફટી વાલ્વને બંધ કરશો તો ગમે ત્યારે ફાટશે. જયારે ગુજરાત સરકારે તો ક્યારનું પ્રેસર કુકરને સિલ મારી દીધું છે. પ્રવેશ મેળવતા સમયે પોલીસે અમારી સાથે પણ ખરાબ વર્તન કર્યું હતું. આ દેશમાં પોલીસનું ટોલરન્સ જતું રહ્યું છે. ટોલરન્સ જતું રહે ત્યારે લોકશાહી ખતરામાં આવી શકે છે. ગાડી પબ્લિક સ્થળ નથી.144ની કલમ 2 મહિનાથી વધુ અને વારંવાર ના લગાવી શકાય, પરંતુ સરકર જે કરી રહી છે તે એકહથ્થુ સત્તા મેળવવા માટે કરી રહી છે.


ગુરૂવારે દિવસ દરમિયાન કોંગ્રેસના ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા હાર્દિકને મળ્યા, ગ્યાસુદ્દીન શેખ, બળદેવજી ઠાકોર, નેતા કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર સહિતના અનેક નેતાઓ હાર્દિકને મળવા માટે પહોંચ્યા હતા. 


[[{"fid":"180923","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


પાસ સમર્થકો અને પોલીસ વચ્ચે ધર્ષણ
હાર્દિક પટેલના નિવાસસ્થાનના પાછળના ભાગે પાસ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પાસના કાર્યકર પોતાનું એકટીવા લઈને પ્રવેશી રહ્યા હતા તે પોલીસે એકટીવાની ચાવી લઇ લીધી હોવાનો પાસ કાર્યકરનો દાવો છે. 


હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસ અને સમર્થન આપવા માટે રાજ્યના તેનપુર, સુરત, જુનાગઢ, ધ્રાંગધ્રા, જુનાગઢ અને વિરમગામમાં યુવાનોએ માથે મુંડન કરાવ્યું હતું. 


સોલા સિવલ અને ખાનગી રિપોર્ટમાં વિરોધાભાસ
સોલા સિવિલ હોસ્પીટલના તબીબનો બ્લડ રીપોર્ટ ન આપવા અંગે હાર્દીકના ડોક્ટરે ખુલાસો કર્યો હતો. હાર્દિકના ડોક્ટરે જણાવ્યું કે, સોલા સિવિલ હોસ્પિટલ અને ખાનગી લેબના રિપોર્ટમાં મોટો તફાવત આવે છે. સોલા સિવિલના રિપોર્ટમાં કાઉન્ટ બ્લડ કાઉન્ટ 112 આવે છે, જ્યારે ખાનગી લેબ દ્વારા કરાયેલા રિપોર્ટમાં 47 આર.બી.એસ. આવી રહ્યું છે. હવે, હાર્દિક પટેલે સેમ્પલ આપવાની ના પાડી છે. તેણે જણાવ્યું કે,  હવે બ્લડ અને યુરિન સેમ્પલ અપવામાં નહીં આવે.