head clerk paper leak : 8 આરોપીના 27 ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજૂર, હવે થશે આકરી પૂછપરછ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કના પેપર લીક (head clerk paper leak) થવાને લઈ પ્રાંતિજ પોલીસ મથકે 11 આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાંથી ધરપકડ કરેલા આઠ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્યારે કોર્ટે 27 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કના પેપર લીક (head clerk paper leak) થવાને લઈ પ્રાંતિજ પોલીસ મથકે 11 આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાંથી ધરપકડ કરેલા આઠ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્યારે કોર્ટે 27 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક (paper leak) થવાના મામલે પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. કુલ 11 જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં આઠ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરેલ આઠ આરોપીને પોલીસે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં રજૂ કરી સાબરકાંઠા પોલીસે (sabarkantha police) 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જ્યારે કે, સરકારી વકીલ અને આરોપી પક્ષના વકીલે સામસામે દલીલ કરતા કોર્ટે નવ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
આ પણ વાંચો : હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડના તાર ખેડા સુધી અડ્યા, સંડોવણીમાં શાળાના આચાર્યનું નામ ખૂલ્યું
એક તરફ ગુજરાત સહિત દેશમાં પેપર કાંડ ચર્ચાસ્પદ બન્યું છે ત્યારે પોલીસે આઠ આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. ત્યારે પોલીસને પણ આઠ આરોપીની પૂછપરછ કરી વધુ આરોપીઓ સુધી પહોંચવા માટે કડીઓ મળશે અને તપાસ દરમિયાન આગામી સમયમાં અનેક નામો બહાર આવી શકે છે.
પેપર લીક આરોપીઓના રિમાન્ડના મુદ્દા
- ગુનામા કઈ કઈ ગાડીઓ, મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ થયો તે કબ્જે કરવા માટે
- આરોપી દર્શન વ્યાસના ઘરેથી મળેલા 23 લાખની તપાસ કરવા માટે
- અન્ય કેટલા પરીક્ષાર્થી આરોપી સાથે સંડોવાયેલ છે તેની તપાસ માટે
- આરોપીના મોબાઇલ જે ફેંકી દેવાયા છે. તેની તપાસ અને તેની કોલ ડિટેઈલની તપાસ માટે
- આરોપી એકબીજા સાથે કેટલી વખત, ક્યા ભેગા થયા અને એક જ પરિવારના હોવાથી તેમની વધુ તપાસ માટે
- ફરાર અન્ય 3 આરોપી વિશે માહિતી મેળવવા માટે આરોપીની કસ્ટડી જરૂરી છે