Paper Leak ના સળગતા મુદ્દા બાદ પણ અસિત વોરા શુભેચ્છા મુલાકાત કરે છે... CM સાથે બેઠક પૂર્ણ
હેડ ક્લાર્ક પેપર લીક (head clerk paper leak) ના કૌભાંડ બાદ પરીક્ષા રદ કરાઈ હતી. ત્યારે પેપર લીક કેસમાં અસિત વોરા (Asit Vora, ) ની મુશ્કેલીઓ વધી છે. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા છે. એક તરફ વિપક્ષ દ્વારા અસિત વોરાના રાજીનામાની માંગ કરવામા આવી છે. તો આ વચ્ચે ગૌણ સેવા પસંદગી મંડળના અસિત વોરા સચિવાલય પહોંચ્યા છે. વિવિધ અટકળો વચ્ચે અસિત વોરાને મુખ્યમંત્રીનું તેડું આવતા ચર્ચા થઈ રહી છે કે શું અસિત વોરાની હકાલપટ્ટી થવાની છે.