Asit Vora ના રાજીનામા માટે દંગલ, હવે કોંગ્રેસ-આપ લડી લેવાના મૂડમાં, કાર્યકર્તાઓની થઈ અટકાયત
પેપર લીક (head clerk paper leak) મામલે ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. એક તરફ ગુજરાત સરકાર અને ગૌણ સેવા મંડળના પેટનુ પાણી હાલતુ નથી, આવામાં વિપક્ષે સરકાર સામે મોરચો માંડ્યો છે. કોંગ્રેસ (congress) અને આમ આદમી પાર્ટી દ્વારા અસિત વોરા (Asit Vora) ના રાજીનામાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં પેપર લીક (paper leak) કૌભાંડને લઈને વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે. તો બીજી તરફ, અમદાવાદમાં વિરોધ પ્રદર્શન માટે આપ (aap gujarat) ના નેતાઓ ઉપવાસ પર ઉતરે તે પહલાં જ તેમની અટકાયત કરવામાં આવી છે. ‘આપ’ના ગુલાબસિંહ, મહેશ સવાણી અને મનોજ સોરઠીયાની અટકાયત કરવામાં આવી છે. તો બીજી તરફ, કોંગ્રેસ પાર્ટી દ્વારા રેલીની શરૂઆત કરાય તે પહેલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.