યુવરાજસિંહની ચીમકી, સરકારે માત્ર નાની માછલી પકડી, અસિત વોરાની હકાલપટ્ટી નહિ કરો તો આંદોલન કરશું
હેડ ક્લાર્ક (head clerk paper leak) ની પરીક્ષાનું પેપર લીક થયાના ખુલાસા માટે 88 હજાર ઉમેદવારોના ભવિષ્ય પર સવાલ ઉભો થયો છે. પેપર રદ્દ (exam cancel) કરવા મામલે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. આવામાં આખરે પેપર લીક (paper leak) થયાના છ દિવસ બાદ સરકારે પેપર ફૂટ્યાનો સ્વીકાર કર્યો છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં દસ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓને દાખલારૂપ સજા અપાવવાની સરકારે જાહેરાત કરી છે. ત્યારે યુવરાજસિંહે સરકારને અલ્ટિમેટમ આપ્યુ છે કે, 72 કલાકમા અસિત વોરા (Asit Vora) ની હકાલપટ્ટી ન થઈ તો ફરી રસ્તા ઉપર આંદોલન કરીશું.