હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર સાબરકાંઠામાં ફૂટયું નથી! ગૃહમંત્રીએ બોલાવી તાત્કાલિક બેઠક, કોને હાજર રહેવા ફરમાન?
હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો ખુલાસો થયા બાદ રાજ્યના ગૃહમંત્રીએ બોલાવી તત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં તપાસમાં જોડાયેલા અધિકારીઓને બેઠકમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે.
ગાંઘીનગરઃ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો ખુલાસો થયો છે. હેડ ક્લાર્કનું પેપર લીક થવા મામલે ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસ ખાતે રૂબરૂ ફરિયાદ અને તમામ આધારભૂત પુરાવાઓ આપવા યુવરાજસિંહ જાડેજા અને નિખિલ સવાણી સહિતના કેટલાક યુવાનો આવ્યા છે.
હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો ખુલાસો થયા બાદ રાજ્યના ગૃહમંત્રીએ બોલાવી તત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં તપાસમાં જોડાયેલા અધિકારીઓને બેઠકમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. બે કલાકમાં અધિકારીઓને ગૃહમંત્રીની કાર્યાલયમાં પહોંચનાની સૂચના આપી છે. પેપર લીક કાંડમાં અત્યાર સુધીની તાપસ મુદ્દે ચર્ચા થશે. પોલીસ અધિકારીઓ અને ગૌણ સેવા પસંદગી મંડળના સભ્યો સાથે સાંજે 5 કલાકે બેઠક બોલાવી છે. આ બેઠકમાં પોલીસ તપાસ અંગે ચર્ચા થશે. બેઠક બાદ સત્તાવાર નિવેદન આવી શકે છે.
હેડ ક્લર્કની પરીક્ષાનું પેપર સાબરકાંઠામાં ફ્ટ્યું નથી તેવા અહેવાલ સામે આવ્યા હતા. પરંત પુરાવા બાદ હેડ ક્લર્કની પરીક્ષાનું પેપર ફોડનારા સાબરકાંઠાના હોવાનું સામે આવ્યું છે. પરીક્ષાનું પેપર ફૂટવાનું એપી સેન્ટર સાબરકાંઠા છે. ત્યારે આ વિશે નજીકના સમયમાં ફરિયાદ નોંધાઈ શકે છે. સાબરકાંઠા LCBએ પુરાવાઓ એકત્રિત કર્યા છે. આરોપીઓનાં નામ જોગ ફરિયાદ નોંધાશે.
બીજી બાજુ પેપર લીક થયા મામલે ગૌણ સેવા આયોગે સાબરકાંઠા પોલીસને ઇમેઇલ કર્યો છે. સાબરકાંઠા પોલીસ પેપર લીક મામલે 10 થી 12 વિરુદ્ધ ગુનો નોંધે તેવી શક્યતા છે. પોલીસને એક પછી એક કડી જોડવામાં સફળતા મળી છે. ગૌણ સેવા આયોગ વધુ એકવાર પરીક્ષા સફળતાથી લેવામાં નિષ્ફળ રહી છે. ફરિયાદ નામ જોગ લખાશે તે મુદ્દે હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તે સિવાય ગૌણ સેવા આયોગ ફરિયાદી બનશે કે નહી તે સ્પષ્ટ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube