ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ માં સારવાર દરમિયાન બે દર્દીઓ ના મોતનો મામલો વધુને વધુ ચર્ચાસ્પદ બનતો જાય છે. બન્ને મૃતક દર્દીઓના સ્વજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ હોસ્પિટલમાં દર્દીઓને કોઈ જરૂર ન હોવા છતાં બોગ, રીતે ઓન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી. સરકારી સહાયના કાર્ડમાંથી મળતી વીમાની રકમ લૂંટવા માટે આ પ્રકારનો હથકંડો ડોક્ટરોએ અપનાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર મામલાને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પણ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત અમદાવાદ શહેરની વસ્ત્રાપુર પોલીસે ખ્યાતિ હૉસ્પિટલ સામે ફરિયાદ દાખલ કરી છે. અમદાવાદના ખ્યાતિ કાંડના આરોપી ડૉક્ટર સંજયની રાજકોટમાં પણ છે હૉસ્પિટલ..ફરિયાદ દાખલ થયા બાદ તમામ ઓપરેશન કરાયા રદ..અત્યાર સુધીમાં ડૉ. સંજયે અનેક દર્દીઓના કર્યા છે ઓપરેશન...


ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે લેટેસ્ટ અપડેટ:


  • સારવાર કરનાર ડોક્ટર, ડાયરેક્ટર, સીઇઓ સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

  • તપાસ કમિટીના રિપોર્ટ આધારે ગુનો નોંધાયો

  • સોલા સિવિલના ઇન્ચાર્જ સીડીએમઓ ડો.પ્રકાશ મહેતાએ આ મામલે નોંધાવી ફરિયાદ

  • આરોપીઓએ ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેવા ષડયંત્ર રચ્યુ હતુ

  • ડો.પ્રશાંત વજીરાણી, ડાયરેક્ટર ડો. કાર્તિક પટેલ, ડો. સંજય પોટલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત અને સીઇઓ સહિતના લોકો સામે ગુનો નોંધાયો

  • આરોપીઓએ એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટી કરવાની જરૂર હોવાનું સપ્ષ્ટ મેડિકલ કારણ જણાયુ ન હોવા છતાંય સર્જરી કરી હતી

  • ફીઝીકલ ફાઇલમાં રિપોર્ટ અને સીડીમાં વિસંગતતા જણાઇ આવતા કાર્યવાહી

  • જે ધમનીઓ બ્લોકેજ બતાવી તેવું બ્લોકેજ સીડીમાં જોવા મળ્યુ નથી

  • સીપીઆર સારવારની નોંધના સમયમાં છેકછાક કરી હતી

  • કાર્ડીયોલોજીસ્ટ હાજર હોવાનો પણ રિપોર્ટમાં નોંધ ન હોવાનું સામે આવ્યુ

  • પીએમજેએવાય યોજનાનો લાભ મેળવવા સ્ટેન્ડ મૂક્યુ હોવાથી ગુનો નોંધાયો

  • આરોપીઓએ અન્ય દર્દીઓના મોત થાય તેવી રીતે ઓપરેશન કરી શારીરિક ઇજા પહોંચાડી હતી


 
ઉલ્લેખનીય છેકે, ખ્યાતિ હૉસ્પિટલના બોગસ ઓપરેશન કાંડમાં પોલીસે હોસ્પિટલના ટ્રસ્ટી, સંચાલક અને ડોકટર સામે ગુનો દાખલ કરી ફરિયાદ નોંધી છે. આ ફરિયાદમાં 5 આરોપીઓ સામે નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. કાર્તિક પટેલ , રાજશ્રી કોઠારી , પ્રશાંત વઝીરણી , સંજય પટોલિયા અને ચિરાગ રાજપૂત સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપીઓ સામે બેદરકારી, બોગસ દસ્તાવેજ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પાંચ આરોપી પૈકી ડોકટર પ્રશાંત વઝીરણીને પૂછ પરછ માટે પોલીસ સ્ટેશન હજાર રખાયા છે.