• ભારતના 6 ટકા લોકોને ખબર જ નથી શું છે કોન્ડોમ!

  • દેશના કયા રાજ્યમાં સૌથી વધુ વપરાય છે કોન્ડોમ?

  • ગુજરાતમાં કેમ સૌથી થયો છે કોન્ડોમનો ઉપયોગ?


WHO New Report About Condom Use: શરીર સંબંધ બાંધતી વખતે અનેક બીમારીઓથી બચવા માટે તબીબો અને મેડિકલ સાયન્સ સમને કોન્ડોમનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. જોકે, યંગસ્ટર્સમાં સતત ઘટી રહ્યો છે કોન્ડોમનો ઉપયોગ. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની હાલત જાણીને તમે પણ હચમચી જશો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેશનલ ફેમિલી સર્વે અનુસાર, ભારતમાં 6 ટકા લોકો એવા છે જેઓ  કોન્ડોમ વિશે જાણતા નથી. માત્ર 94 ટકા લોકો કોન્ડોમ વિશે જાણે છે. ભારતમાં દર વર્ષે સરેરાશ 33.07 કરોડ કોન્ડોમ ખરીદવામાં આવે છે. યુપીની વાત કરીએ તો અહીં દર વર્ષે 5.3 કરોડ કોન્ડોમનો વપરાશ થાય છે. આ આંકડો અન્ય રાજ્યો કરતા ઘણો વધારે છે. 2024ના અંત સુધીમાં યુપીની વસ્તી 22 કરોડને વટાવી જશે.


ભારતના કયા રાજ્યના લોકો સૌથી વધારે કોન્ડોમનો ઉપયોગ કરે છે? અને કયા રાજયના લોકોને નથી પસંદ કોન્ડોમનો ઉપયોગ? મેળવો આ તમામ સવાલનો ના જવાબો. કોન્ડોમ એ કોઈ ખરાબ વસ્તુ નથી. તેનાથી તમારા સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે. સાથે જ તમારા પાર્ટનરના સ્વાસ્થ્યનું પણ રક્ષણ થાય છે. કોન્ડોમનો વધારે ઉપયોગ એટલે વધારે સ્વસ્થતા અને પરિવાર નિયોજન પરત્વેની સભાનતા. જાણો આ સભાનતામાં ગુજરાત કયા સ્થાને છે...


દર 10,000 માંથી માંડ 1000 લોકો પણ નથી વાપરતા કોન્ડોમ!
નેશનલ ફેમિલી હેલ્થ ડિપાર્ટમેન્ટના સર્વે અનુસાર, ભારતમાં દાદરા નગર હવેલી એકમાત્ર એવી જગ્યા છે જ્યાં કોન્ડોમનો ઉપયોગ સૌથી વધુ થાય છે. અહીં 10 હજાર કપલ્સમાંથી 993 કપલ સેક્સ કરતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરે છે. આંધ્ર પ્રદેશ બીજા સ્થાને છે. જ્યાં 10 હજારમાંથી 978 કપલ કોન્ડોમનો ઉપયોગ કરે છે.


ગુજરાતીઓને નથી પસંદ કોન્ડોમ!
ગુજરાતીઓને નથી પસંદ કોન્ડોમ, તેમને ફ્રી સેક્સમાં રસ છે. આ અમે નથી કહી રહ્યાં પણ સરવેમાં સામે આવેલાં આંકડાંઓ પરથી સામે આવી છે આ ચોંકાવનારી હકીકત...હાલમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવેલાં એક મહત્ત્વના સરવે મુજબ હવે કોન્ડોમનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. 10,000 યુગલોમાંથી માત્ર પુડુચેરીમાં 960, પંજાબમાં 895, ચંદીગઢમાં 822 અને હરિયાણામાં 685, હિમાચલ પ્રદેશમાં 567, રાજસ્થાનમાં 514 અને ગુજરાતમાં 430 લોકો કોન્ડોમનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં ઘણાં યુગલોને આ અંગે પુછવામાં આવતા તેમણે કન્ફર્ટની વાત કરી હતી. કે કોન્ડોમને બદલે ફ્રી સેક્સમાં વધારે કન્ફર્ટ રહે છે. આ એક મોટું કારણ પણ સામે આવ્યું છે.