અમદાવાદ કલેક્ટરનો અનોખો અભિગમ: 20થી વધારે વૃદ્ધાશ્રમોમાં હેલ્થ ચેકઅપ ચાલુ કરાયું
રાજ્યમાં કોરોનાના સંકટના કારણે દેશનો દરેક નાગરિકો હાલ ઘરમાં પુરાયેલા છે. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ પરોક્ષ રીતે તરછોડાઇ ગયેલા દેશનાં વરિષ્ઠ નાગરિકોની ચિંતા કરી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર કે.કે નિરાલા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધોની સારસંભાળ અને દેખભાળ માટે સુચના આપી છે. કલેક્ટર કે.કે નિરાલાએ જણાવ્યું કે, આ વાયરસની સૌથી વધારે અસર બાળકો અને વૃદ્ધો પર પડે છે. ત્યારે વૃદ્ધાશ્રમમાં રહેલા વૃદ્ધોની તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના સંકટના કારણે દેશનો દરેક નાગરિકો હાલ ઘરમાં પુરાયેલા છે. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ પરોક્ષ રીતે તરછોડાઇ ગયેલા દેશનાં વરિષ્ઠ નાગરિકોની ચિંતા કરી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર કે.કે નિરાલા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધોની સારસંભાળ અને દેખભાળ માટે સુચના આપી છે. કલેક્ટર કે.કે નિરાલાએ જણાવ્યું કે, આ વાયરસની સૌથી વધારે અસર બાળકો અને વૃદ્ધો પર પડે છે. ત્યારે વૃદ્ધાશ્રમમાં રહેલા વૃદ્ધોની તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.
Corona LIVE : શિહોરના 10 લોકો વડોદરા ગયા, 20 વર્ષીય યુવક પોઝિટિવ આવ્યો
અમદાવાદ જિલ્લા દ્વારા બે દિવસથી ચાલુ થયેલી આ કામગીરી હેઠળ 137 થી વધારે વૃદ્ધોનું હેલ્થ ચેકઅફ હાથ ધરાયું છે. અમદાવાદ જિલ્લાના મેડિકલ સ્ટાફની મદદથી આ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગે વિગતો આપતા અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના અનુસાર અમે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વૃદ્ધાશ્રમોમાં હેલ્થ ચેકઅપની કામગીરી ચાલુ કરી દીધી છે. જે આગામી બે ત્રણ દિવસમાં પુર્ણ કરી લેવામાં આવશે.
રાજકોટ : પત્નીને તેડવા ગયેલા જમાઇએ છરીના એક જ ઘા મારી પાટલા સાસુની હત્યા કરી નાખી
આ અંગે વિવિધ વૃદ્ધાશ્રમોમાં રહેલા વૃદ્ધાને પુછવામાં આવતા તેમણે કહ્યું કે, ડોક્ટર દ્વારા અમારી ખુબ જ સારી રીતે તપાસ કરવામાં આવી. ડોક્ટર્સ દ્વારા અમને કોઇ તકલીફ ન પડે તે પ્રકારે ખુબ જ સારી રીતે અમારા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે સદ્ભાગ્યે તમામ વૃદ્ધો સ્વસ્થ અને સલામત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube