હિતલ પારેખ/ ગાંધીનગર: રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં ચાલી રહેલા કોવિડ-19 મહામારી સામેના રસીકરણ અભિયાનને આગામી બે દિવસ એટલે કે, ગુરૂવાર અને શુક્રવાર તારીખ 8 અને 9 જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં બંધ રાખવામાં આવ્યું છે. જો કે, જાન્યુઆરીમાં વેક્સીનેશનની શરૂઆત કર્યા બાદથી અત્યાર સુધીમાં પ્રથમ વખત સતત 3 દિવસ રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, દર બુધવારનાં મમતા દિવસ અને અન્ય રસીકરણનાં કાર્યક્રમોના કારણે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ (corona update) બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે. મમતા દિવસમાં બાળકો અને માતાઓનું રસીકરણ કરવામાં આવે છે. જેમાં 0 થી 2 વર્ષ ના બાળકોનું રસીકરણ, સ્થળ પર જઈ પોષણ આપવું, સગર્ભા માતા, ધાત્રી માતાનું રસીકરણ સહિતની કામગીરી કરવામાં આવે છે.


આ પણ વાંચો:- 'મુખ્યમંત્રી બાલ સેવા યોજના': કોરોનામાં નિરાધાર થયેલા બાળકોને અપાઈ નાણાકીય સહાય


આ ઉપરાંત વેક્સીનનો ગુજરાતમાં સ્ટોક પુરતો ન હોવાના કારણે પણ આવતીકાલે બુધવારે વેંકસિનેશન પ્રોગ્રામ બંધ રહેશે. અગાઉ પણ આ જ કારણોસર દર બુધવારે વેક્સીનેશન પ્રોગ્રામ બંધ રાખવામા આવતો હતો. પરંતુ બાદમાં સઘન વેક્સિનેશન હેઠળ અઠવાડિયાનાં બધા જ દિવસ વેક્સિન (corona vaccine) આપવાંનું નક્કી કરાયું હતું.


આ પણ વાંચો:- Mucormycosis સારવાર માટે વપરાતી બનાવટી દવાના ઉત્પાદન અને વેચાણના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ


રાજકોટમાં વેક્સીનનો સ્ટોક જ નથી
તો બીજી તરફ, રાજકોટ શહેરમાં વેક્સિનેશનના જથ્થામાં ફરી એક વખત ઘટાડો નોંધાયો છે. 45 સેશન સાઈટ પર માત્ર 6000 વેક્સીનના ડોઝ જ ઉપલબ્ધ છે. હાલ શહેરમાં 400 કોવેક્સીન તેમજ 5600 કોવિશિલ્ડ વેક્સીનનો જથ્થો ઉપલબ્ધ  છે. ત્યારે આવતીકાલે રાજકોટ શહેરમાં પણ વેક્સિનેશન બંધ રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube