હિતલ પારેખ/ગાંધીનગર :કોરોના વાયરસ (coronarvirus) દુનિયાના 18થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ચીનમાં 425 લોકોનો ભોગ આ વાયરસ (corona virus) ને કારણે લેવાયો છે. ચીનમાં ફસાયેલા મોટાભાગના ભારતીયો પરત આવી ગયા છે. આ વચ્ચે ચીનથી આવેલા કેરળના ત્રણ લોકોનો ટેસ્ટ પોઝીટિવ આવ્યો હતો. ત્યારે આ વાયરસની ગુજરાતમાં શુ સ્થિતિ છે તે વિશે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ માહિતી આપી. તેમણે કહ્યું કે, ગુજરાતના 930 લોકો ચીનથી પરત આવી ગયા છે. જોકે, હજુ સુધી ગુજરાતમાં કોઈ પોઝિટીવ કેસ નોંધાયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

120 રૂપિયામાં માતાપિતાએ બાળકીને પીવડાવ્યું મોત, સ્તનપાન કરીને સવારે બાળકી ઉઠી જ નહિ...


અગ્ર સચિવ જયંતી રવિએ માહિતી આપતા કહ્યું કે, 246 લોકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ગુજરાતના 930 લોકો ચાઇનાથી પરત આવી ગયા છે. ત્યારે ભારતમાં માત્ર કેરળમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં આવેલા નાગરિકોના સેમ્પલ પૂણેની એનઆઇવીમાં મોકલી દેવાયા છે. જેમાં 5 કેસ નેગેટિવ આવ્યા છે. 8 કેસમાં શંકાસ્પદ લક્ષણો જણાય હતા. કેન્દ્રની ટીમે સેટ કોમ મારફતે ગ્રામ્ય કક્ષા સુધી માર્ગદર્શન આપ્યું છે. દિલ્હીથી ટીમ ગુજરાતમાં આવી છે. જોકે, હાલ 3ના પરિણામ પેન્ડિંગ છે. હજુ સુધી ગુજરાતમાં કોઈ પોઝિટિવ કેસ નથી બન્યો. અમે હોસ્પિટલમાં તૈયારી અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું છે. બી જે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી છે. એરપોર્ટ ઉપર સ્ક્રીનીંગનું નિરીક્ષણ કર્યું છે. એરપોર્ટ ઉપર થર્મલ સ્કેનર મૂકાયા છે. એરપોર્ટ પર 24 કલાક માટે એમ્બ્યુલન્સ તૈનાત કરાઈ છે. 


ભરૂચ : બહેનપણીના ઘરે બોલાવીને મહિલાએ વૃદ્ધના કપડા કાઢી બાથમાં લીધા... પણ કરી નાંખી મોટી ભૂલ 


તેમણે કહ્યું કે, ભારતમાં હજુ કોઈ મૃત્યુ કોરોના વાયરસથી થયુ નથી. ચાઇના, સિંગાપુર, થાઈલેન્ડ, હોંગકોંગથી આવતા તમામ પરત ફરેલા લોકોનું ખાસ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. આપણે સતર્ક રહેવું જોઈએ, પણ ગભરાવાની જરૂર નથી. માનવામાં આવી રહ્યું છે કે આ વાયરસ પ્રાણીઓ કે પક્ષીથી માણસમાં આવ્યો છે, પછી માણસમાં ફેલાયો છે. નજીકના ભવિષ્યમાં જ  કોરોના વાયરસ અંગેના ટેસ્ટ કરવાની કીટ ગુજરાતને ઉપલબ્ધ કરવામાં આવશે અને ત્યાર બાદ અહીં જ તેના ટેસ્ટ કરી શકાશે


તેમણે વધુ માહિતી આપતા કહ્યું કે, બી. જે. મેડિકલ કોલેજની લેબોરેટરીમાં આ ટેસ્ટ થઈ શકશે. ગુજરાતમાં પણ કોરોના વાયરસ અંગે નો ટેસ્ટ કરવો હોય તો લેબ સુવિધા સક્ષમ છે. ભવિષ્યમાં અહીંથી પણ ટેસ્ટ થઈ શકશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ 28 વર્ષીય મહિલામાં શંકાસ્પદ લક્ષણો જણાતા પુના તેમના સેમ્પલ મોકલાયા છે. હજુ રિપોર્ટ આવ્યો નથી, પણ જો પોઝિટિવ હોય તો તાત્કાલિક અમને જાણ કરવામાં આવશે. આજ રાત સુધી માં રિપોર્ટ આવી 


કોરોના વાયરસથી બચવા શું કરવુ તે વિશે તેઓએ કહ્યું કે, આ વાયરસની અસર 14 દિવસની અંદર દેખાય છે. હાલ દરેક વ્યક્તિએ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. ગઈકાલે ચીનથી આવેલી 28 વર્ષની યુવતીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક