હિતલ પારેખ, ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 4 કરોડથી વધુના ખર્ચે મળેલી 25 એમ્બ્યુલન્સને 108 માં સમાવતા ફ્લેગ ઓફ કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું હતું કે 75 અન્ય 108ની એમ્બ્યુલન્સ પણ આગામી દિવસોમાં સમાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WHO ના ધારાધોરણ મુજબ પ્રતિ વ્યક્તિ 1 એમ્બ્યુલન્સની સામે ગુજરાત મા 630 એમ્બ્યુલન્સ હોવી જોઈએ, પરંતુ હાલ રાજ્યમાં 800 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે. હાલ કાર્યરત એમ્બ્યુલન્સમા 200 એમ્બ્યુલન્સ વેન્ટિલેટર અને મોનીટર સાથે પણ ઉપલબ્ધ છે. આ 107 સેવા દ્વારા 1 કરોડ 22 લાખ દર્દીઓ ને હોસ્પિટલ પોહોંચડાયા જેમાં 2 લાખ 15 હજાર કોરોના દર્દીઓને પણ પહોંચડાયા છે. 

આ છે ગુજરાતનો પ્રથમ આધુનિક સોલાર કેટલફીડ પ્લાન્ટ, માત્ર 3 અધિકારી, 300 મેટ્રિક ટનનું ઉત્પાદન છે ને કમાલ


આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો જયંતિ રવિની પ્રતિ નિયુક્તિ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે 3 માસ પહેલા જા કેન્દ્રમાં નિયુક્તિ બાબતે તેમણે મારી સાથે ચર્ચા કરી હતી અને તેઓ એક પ્રતિષ્ઠિત સંસ્થામાં જઈ રહ્યા છે. હવે ગુજરાતમાંથી છુટા થવા સંદર્ભે મુખ્યમંત્રી નિર્ણય લેશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube