ઝી બ્યુરો/રાજકોટ: ગુજરાતમાં નકલી ઘી, પનીર, મીઠાઈ, મસાલા બાદ હવે મુખવાસ ઝડપાયો છે. જી હા...રાજકોટમાં આરોગ્ય વિભાગે દરોડો પાડી મુખવાસના વેપારી પર તવાઈ બોલાવી છે. જેમાં અંદાજિત 1.40 ટન જેટલો મુખવાસ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. લેભાગુ તત્વો મુખવાસમાં કલર મિક્સ કરતા હોવાનું ખુલ્યું છે. આરોગ્ય વિભાગે અમૃત મુખવાસ નામની પેઢીમાં આજે દરોડા પાડ્યા છે. દિવાળીના તહેવાર નિમિતે મોટી સંખ્યામાં લોકો મુખવાસની ખરીદી કરતા હોય છે, ત્યારે મુખવાસ ખાતા હોય તો એકવાર વિચારતા કરી મૂકે તેવા સમાચાર મળ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતનું વાતાવરણ ફરી ગીયર બદલશે! અમદાવાદ સહિત આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ


દિવાળી ટાણે લોકો મુખવાસનો વિશેષ ઉપયોગ કરતાં હોય છે. ત્યારે રાજકોટમાં દિવાળી પહેલા નકલી મુખવાસનો મોટો જથ્થો આરોગ્ય વિભાગની ટીમ ઝડપ્યો છે. નવા નાકા વિસ્તારમાં અમૃત મુખવાસ નામની પેઢીમાં મુખવાસમાં કલર મિક્સ કરતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં એટલી હદે ભેળસેળ કરવામાં આવી હતી કે 1.40 ટન ડુપ્લીકેટ મુખવાસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.


બનાસકાંઠામાં સામુહિક આપઘાત: 4 ને મોતના મુખમાં ધકેલનાર સસરા-પતિની અટકાયત, થશે ખુલાસા


નોંધનીય છે કે, તહેવારોને લઈને રાજ્યમાં વિવિધ શહેરોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે રાજકોટમાં અમૃત મુખવાસ સહિતના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આ સિવાય જામનગરી મુખવાસના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા છે. ડુપ્લીકેટ મુખવાસથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. 


આજનો દિવસ ભારે! ગુજરાતના બે મોટા પૂર્વ મુખ્યમંત્રીઓને નડ્યો અકસ્માત; એકમાં તો આ CM..