પ્રશાંત ઢીવરે/સુરત: લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં મસાલા વિક્રેતાના ત્યાં ચેકિંગ હાથ ધર્યું છે. કાળી મરીમાં ભેળસેળ થતો હોવાની શંકાએ મસાલાના સેમ્પલ લઇ કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવારે 7 પહેલા અને સાંજે 8 પછી નહિ ચાલુ રાખી શકાય ક્લાસિસ, જાણો કલેકટરનું જાહેરનામું


સુરત મહાનગરપાલિકાનું આરોગ્યતંત્ર એ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મસાલા બજારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. કાળી મરીમાં ભેળસેળ થતો હોવાની શંકાએ મરચું, મરી, હળદર સહિતના મસાલાના નમુના લઇ સ્થળ પર લેબ વાહનના તપાસ કરવામાં આવ્યું હતું. હાલ તો તપાસમાં કોઈપણ રીતના મસાલામાં ઘેરીથી દેખાઈ આવી ન હતી. પરંતુ જો કોઈ મસાલામાં ઘેર રેતી દેખાય આવે તો મહાનગરપાલિકા દંડ સહિતની કાર્યવાહી હાથ ધરશે.


RSSના વડા મોહન ભાગવત ગુજરાતના પ્રવાસે, 8 વર્ષ બાદ જાહેર મંચ પરથી કરશે શક્તિ પ્રદર્શન


મસાલાના સેમ્પલ લઈ ફૂડ ઇન્સ્પેકશન ઓન વિલનો ફોર્મ્યુલા મનપાએ અપનાવ્યો છે. પહેલા મહાનગરપાલિકા દ્વારા સેમ્પલ લઇ લેબ માટે મોકલી દેવામાં આવતા હતા અને આ રિપોર્ટ આવવા માટે વધુ સમય લાગતો હતો. હવે સેમ્પલ લીધા બાદ માત્ર પાંચ મિનિટમાં જ સ્થળ પર જ વિવિધ મસાલા ના લેવામાં આવેલા સેમ્પલોનું લેબોરેટરીમાં ચેક કરવામાં આવે છે અને સ્થળ પર જ આ મસાલામાં કોઈ ગેરરીતિ છે કે નહીં તેની તપાસણી કરવામાં આવી રહી છે. 


હવે તો ગુજરાતમાં હદ થઈ! વધુ એક પેપર ફૂટ્યું, સંસ્થાએ કહ્યું 'હા વાત સાચી છે'


હાલ તો મહાનગરપાલિકા દ્વારા મસાલા ની દુકાનમાંથી લેવામાં આવેલા સેમ્પલો લેબોરેટરીમાં ચેક કરવામાં આવતા કોઈપણ પ્રકારની ગેરરીતિ દેખાઈ આવી ન હતી. પરંતુ જો કોઈ મસાલામાં ગેરરીતિ દેખાઈ આવે વિક્રેતાઓ પર દંડ સહિતની મહાનગરપાલિકા કાર્યવાહી હાથ ધરશે.


રખડતા ઢોર પર નિયત્રંણ લાવવા AMC એ બનાવી નવી પોલિસી, પરમીટ અને લાયસન્સ લેવું ફરજીયાત