અમદાવાદઃ રાજ્યભરમાં આરોગ્ય વિભાગની ટીમે દૂધની ડેરી અને દૂધના પાર્લરમાં દરોડા પાડ્યા છે. આરોગ્ય વિભાગ અને મનપાની ટીમ દ્વારા સંયુક્ત કામગીરી હાથધરી પ્રથમવાર તમામ મહાનગરોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમે અમદાવાદમાં 12થી વધારે જગ્યાઓ પર સર્ચની કામગીરી હાથધરી દુધના નુમના લઇ તપાસ માટે મોકલયા હતા. આ તરફ વડોદરામાં પણ શહેરની તમામ દૂધની ડેરીઓ પર આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી તમામ બ્રાન્ડના નમૂના લીધા હતા. તો રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમે છુટક દૂધનું વેચાણ કરતા ધંધાર્થીઓ સામે લાલઆંખ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ 5 ટિમો બનાવી રીક્ષા, બાઇક, ટેમ્પોમાં છૂટક દૂધનું વેચાણ કરતા ધંધાર્થીઓ પાસેથી દૂધના નમુના લઇ તપાસ શરૂ કરી છે. આ તરફ જામનગરમાં પણ મનપાની આરોગ્ય શાખા દ્વારા શરૂ સેકશન રોડ પર આવેલી દૂધ બનાવતી ફેકટરી "માહી"માં તપાસની કામગીરી હાથધરી દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. તો જૂનાગઢમાં આરોગ્ય વિભાગે દૂધની ડેરી અને ફેરીયાઓને ત્યાં ચેકિંગ હાથ ધરી દૂધના સેમ્પલ લીધા હતા. જો દૂધમાં ભેળસેળ માલૂમ પડશે તો આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.