વર્લ્ડ બેંક પાસેથી લોન લઇને ગુજરાતમાં આરોગ્ય પ્રણાલી વિકસાવવામાં આવશે
વર્લ્ડબેંક સાથે મળીને ગુજરાત રાજ્ય જનઆરોગ્ય ક્ષેત્રમાં એક નવું શિખર સર કરશે. ‘SRESTHA ગુજરાત’ પ્રોજેક્ટ અંતર્ગત પ૦૦ મિલિયન ડૉલરના ખર્ચે રાજ્યમાં ‘શ્રેષ્ઠ આરોગ્ય પ્રણાલી’ના નિર્માણને આકાર પામશે. `SRESTHA ગુજરાત` પ્રોજેક્ટને સાકાર કરવા વર્લ્ડબેંકની ટીમ અને આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે.
ગાંધીનગર : વર્લ્ડબેંક સાથે મળીને ગુજરાત રાજ્ય જનઆરોગ્ય ક્ષેત્રમાં એક નવું શિખર સર કરશે. ‘SRESTHA ગુજરાત’ પ્રોજેક્ટ અંતર્ગત પ૦૦ મિલિયન ડૉલરના ખર્ચે રાજ્યમાં ‘શ્રેષ્ઠ આરોગ્ય પ્રણાલી’ના નિર્માણને આકાર પામશે. 'SRESTHA ગુજરાત' પ્રોજેક્ટને સાકાર કરવા વર્લ્ડબેંકની ટીમ અને આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે.
ગુજરાતમાં ઘેર ઘેર હથિયારો પહોંચાડવાનો ટાર્ગેટ હતો? ATS દ્વારા મસમોટા ષડયંત્રનો પર્દાફાશ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાતમાં ટ્રાન્સફોર્મ્ડ હેલ્થ આઉટકમ્સ માટે System Reform Andeavours for Transformed Health Outcomes in Gujarat: "SRESTHA ગુજરાત" પ્રોજેક્ટની દરખાસ્ત કરવામાં આવી છે. વર્લ્ડબેંક તરફથી 'SRESTHA ગુજરાત' પ્રોજેક્ટ ૩૫૦ મિલિયન ડોલરની સહાય સાથે ૫૦૦ મિલિયન ડોલરનો પ્રોજેક્ટ હશે, જે આરોગ્ય વ્યવસ્થામાં પરિવર્તન લાવવામાં અને 'શ્રેષ્ઠ આરોગ્ય પ્રણાલી'નું નિર્માણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયુ છે.
GUJARAT CORONA UPDATE: 35 નવા કેસ, 12 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
૧૫મી ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ રાજયના મુખ્યમંત્રી તરફથી 'SRESTHA ગુજરાત' પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટને નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ તેને મંજૂરી આપવામાં આવી હતી. 'SRESTHA ગુજરાત' પ્રોજેક્ટનું નેતૃત્વ અને તેનું માર્ગદર્શન રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર કરશે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ આ પ્રોજેક્ટનું એકંદર સંકલન કરશે. આરોગ્ય કમિશનર અને મિશન ડિરેક્ટર દ્વારા 'SRESTHA ગુજરાત' પ્રોજેક્ટના સંપૂર્ણ અમલીકરણ પર ધ્યાન આપવામાં આવશે. આ પ્રોજેકટ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, નાણાં વિભાગ, શિક્ષણ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ સંકલિત કાર્યયોજના બનાવશે.
કેરી બાદ હવે ચીકુના વેપારીએ પણ રાતે પાણીએ રોવાનો વારો આવ્યો, મફતના ભાવે પણ કોઇ લેવા તૈયાર નથી
વર્લ્ડબેંકની ટીમ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ તથા આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે આયોજન - સમીક્ષા બેઠકો યોજવામાં આવી હતી. વર્લ્ડબેંકની નિષ્ણાત ટીમ દ્વારા તા.૧૧ થી ૧૭મી મે, ૨૦૨૨ સુધી પ્રારંભિક મિશન બેઠકો યોજવામાં આવી રહી છે. વર્લ્ડબેંકની આ ટીમની ઉપસ્થિતિમાં ૭મી માર્ચ, ૨૦૨૨ના રોજ 'SRESTHA ગુજરાત' પ્રોજેક્ટ માટે પ્રથમ મુલાકાત થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube