અમદાવાદના સ્મશાનગૃહોમાં મૃતદેહોના ઢગલા, સરકાર સબસલામતનાં દાવા કરી રહી છે
* શબવાહિની માટે ત્રણથી ચાર કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે
* VS સ્મશાનગૃહમાં રોજની 15થી વધારે કોરોના ડેડબોડી આવે છે
* સરકારી આંકડાઓની તુલના કરીએ ગ્રાઉન્ડનું ચિત્ર ખુબ જ બિહામણું
અમદાવાદ : ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે. અમદાવાદની સ્થિતી પણ ખુબ જ ગંભીર છે. જો કે સરકારી આંકડાઓ પર નજર કરીએ તો તમામ બાબત કાબુમાં હોવાનું જ લાગી રહ્યું છે. પરંતુ ગ્રાઉન્ડ પરની સ્થિતી ખુબ જ ડરામણી અને સરકારી દાવાઓથી તદ્દન વિપરિત છે. સરકારી આંકડા અનુસાર અમદાવાદમાં 350 જેટલા જ કેસ આવી રહ્યા છે અને 13-14 લોકોનાં જ મોત થાય છે. આ અંગે તપાસ કરતા સામે આવ્યું કે, સ્મશાનોમાં ડેડબોડીના ઢગલાઓ થઇ રહ્યા છે. સ્થિતી એટલી હદે વણસી રહી છે કે, કોરોનાથી મૃત્યુ પામેલાની અંતિમ વિધિ માટે સ્મશાનો સતત 24 કલાક સુધી ધમધમતા રહે છે.
સ્થિતી એટલી હદે વણસી ચુકી છે કે, કોરોનાથી મૃત્યુ પામેલાની અંતિમવિધિ માટે સ્મશાનો હવે ચોવી કલાક ચાલુ રહે છે, જેનું સૌથી મોટુ ઉદાહરણ વાડજ સ્મશાનગૃહ છે. દિવસમાં કોરોનાથી મૃત્યુ પામેલા સરેરાશ 8-9 પાર્થિવ દેહની અંતિમવિધિ કરવામાં આવી રહી છે. શહેરમાં કોરોનાની સ્થિતીની વાસ્તવિકતા જાણવા માટે ZEE 24 Kalak દ્વારા વાડજ સ્મશાનગૃહ ખાતે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.
જેમાં ખુબ જ વિકટ વાસ્તવિકતા સામે આવી હતી. બીજી તરફ સરકાર દ્વારા આંકડાઓ જે રજુ કરવામાં આવે છે તે સ્થિતીથી સત્ય ખુબ જ અળગું છે. અમદાવાદના અમદાવાદના બાકીના સ્મશાનગૃહોની સ્થિતી પણ તેની તુલનાએ ખુબ જ વિપરિત છે. 24 કલાક સુધી સતત સ્મશાનો ધમધમતા રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube