આશ્કા જાની, અમદાવાદ: ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કારણે દરરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતીને લઇને સુઓમોટો અરજી પર આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી છે. ગત સુનાવણીમાં સરકારને સોગંદનામુ દાખલ કરવા આદેશ કર્યો હતો. જેના ભાગરૂપે સરકારે 82 પાનાનુ સોગંદનામુ હાઇકોર્ટમાં રજૂ કર્યુ છે. આ સોગંધનામાં સરકારે તમામ વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી વકીલ મનીષા લવ કુમારે દલીલ કરતાં કહ્યું હતું કે રાજ્ય સરકારે ઉભા કરેલા માળખાની કોર્ટને અવગત કરવામાં આવી છે. રાજ્યમાં 4 લાખ 10 હજાર કેસો નોંધાયા છે. ત્યારે રાજ્ય સરકાર તમામ મશીનરી કોરોના સામે લડવા માટે વાપરી રહી છે.  

ગુજરાતથી મહારાષ્ટ્ર જતા મુસાફરો માટે મહત્વના સમાચાર, RT-PCR ટેસ્ટ સાથે આ નિયમોનું કરવું પડશે પાલન


કોરોનાની હાલની સ્થિતીને પહોંચી વળવા સરકાર સક્ષમ હોવાનો રાજય સરકારે સોગંદનામામાં દાવો કર્યો છે. રાજયમાં સર્જાઇ રહેલી ઓક્સિજનની અછતને પણ પહોંચી વળવા રાજય સરકાર સક્ષમ હોવાનો દાવો કર્યો છે. રાજયમાં જિલ્લા સ્તરે આરટીપીસીઆર ટેસ્ટિંગ માજ્ઞે માળખુ ઉભુ કરવા રાજય સરકાર કામ કરી રહી છે. રાજયમાં આરટીપીસીઆર માટે 27 સરકારી અને 55 પ્રાઇવેટ સહિત કુલ 98 લેબ કાર્યરત છે. ડ્રાઇવ થ્રુમાં રોજના બેથી ત્રણ હજાર ટેસ્ટ કરવામાં આવે છે. કોરોનાની ઝપેટમાં જનતાની સાથે સાથે કોરોના વોરિયર્સ પણ છે. આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યા વધારી દેવાઇ છે. 


દરરોજ 1 લાખ 55 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં 13 એપ્રિલથી સરકારી હોસ્પિટલમાં આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. ટ્રુ નેટ અને સીબીનેટ જેવા આધુનિક મશીનોની મદદથી ટેસ્ટિંગ કરી રહ્યા છીએ. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. 26 યુનિવર્સિટીમાં RTPCR મશીન ઉપલબ્ધ છે જ્યાં ઝડપી અમે કામગીરી શરૂ કરી રહ્યા છીએ.

ફ્રન્ટલાઇન વોરિયર્સ માટે પાર્થિવ પટેલ, ઇરફાન પઠાણ સહિતના દિગ્ગજો ચલાવશે ખાસ અભિયાન

લેબોરેટરીમાં ઘણા ઓછા સ્ટાફ સાથે કામ થઇ રહ્યું છે. મેન પાવર ઓછો હોવાની સરકારે કબૂલાત કરી હતી. રાજ્ય ના અંતરિયાળ વિસ્તાર જેમ કે આદિવાસી વિસ્તારમાં પણ RTPCR ટેસ્ટ કરવામાં આવતા હોવાનું સરકારે કહ્યું હતું. રાજયમાં કોરોનાના દર્દીઓ માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં થઇને કુલ 79 હજાર 444 બેડ હોવાનો સરકારે દાવો કર્યો છે.


રેમડેસિવીર ઇજેક્શન લોકોને મળી રહે તે રીતે વ્યવસ્થા ગોળઠવામાં આવી છે. અમદાવાદ svp હોસ્પિટલમાંમાંથી મળી રહે છે. રેમડેસિવીર ઇજેક્શનથી થતી આડઅસર અને ગાઈડલાઈનને લઈ રાજ્ય સરકાર મીડિયામાં જાહેરાત આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube