Heart Attack Surat : ગુજરાતમાં હવે હાર્ટએટેક જે રીતે લોકોના ભોગ લઈ રહ્યા છે તે જોતા યુવા વર્ગ પર મોટો ખતરો છે. નાની ઉંમરમાં આવતા હાર્ટ એટેકથી યુવાઓને પ્રાણ ઉડી રહ્યાં છે. ત્યારે દક્ષિણ ગુજરાત મોતના મુખમાં બેઠું હોય તેવું લાગે છે. વલસાડમાં આજે ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. તો બીજી તરફ, સુરત શહેરમાં ત્રણ યુવકો બેભાન થઈને ઢળી પડ્યા હતા. ત્રણેયનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડમાં 15 વર્ષના સગીરને આવ્યો હાર્ટ એટેક 
વલસાડના પારનેરા ગામની આ ઘટના છે. પારનેરાના ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થયું છે. વહેલ સવારે આયુષ નામના સગીર વિદ્યાર્થીને હાર્ટએટેક આવ્યો હોવાને લીધે નિધન થયું છે. 15 વર્ષીય આયુષ પગમાં દુઃખાવો હોવાની માતાને સતત ફરિયાદ કરતો હતો. તે ત્રણ દિવસથી બીમાર હતો, અને અચાનક તેનું હૃદય બંધ પડ્યુ હતું. 15 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થતા પરિવાર અને પારનેરા ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે. 


એક ફોન આવતા જ વરરાજા સલૂનમાંથી ગાયબ થયો, દુલ્હન રાહ જોતી રહી, નવસારીનો ગજબનો કિસ્સો


સુરતમાં ત્રણ યુવકોને આવ્યું મોત 
શહેરમાં ત્રણ અલગ અલગ બનાવોમાં બેભાન થઈ ગયા બાદ ત્રણ લોકોના મોત નિપજ્યા છે. 


પ્રથમ મોત
ઉમરામાં હવન-યજ્ઞ દરમ્યાન યુવક બેભાન થઈ ઢળી પડતા મોતને ભેટ્યો હતો. અડાજણ શાંતિવિલા ખાતે રહેતા રિતેશ ભરતભાઇ પંડ્યા પૂજા-પાઠ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતા હતા. તેઓ ઉમરા રામનાથ ઘેલા મંદિર ખાતે તેઓ હવન યજ્ઞ કરવા ગયા હતા. યજ્ઞમાં બેઠેલા રીતેશ એકાએક બેભાન થઈ ઢળી પડતા તાત્કાલિક નવી સિવિલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા ઉમરા પોલીસે પીએમનો પ્રક્રિયા હાથ ધરી છે.


એક ફોન આવતા જ વરરાજા સલૂનમાંથી ગાયબ થયો, દુલ્હન રાહ જોતી રહી, નવસારીનો ગજબનો કિસ્સો


બીજું મોત
બીજા બનાવમાં વરાછા સ્થિત રામજી મંદિર નજીક ગણેશ એપાર્ટમેન્ટ માં રહેતા અર્જુન વલ્લભભાઈ રાવળનું મોત થયું હતું. વહેલી સવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતક યુવક મંડપ ડેકોરેશના વ્યવસાય સાથે સંકળાયેલ હતો


ત્રીજું મોત
ત્રીજા બનાવમાં ભગીરથ નગરમાં રહેતા રત્ન કલાકારનું અચાનક બેભાન થયા બાદ મોત થયું હતું. 42 વર્ષીય જગદીશ બટુકભાઈ વાવા એકાએક બેભાન થઈ ઢળી પડતા મોતને ભેટ્યા હતા. જેમાં હાર્ટ અટેકના કારણે મોત નિપજ્યું હતું.


મેળ પડી ગયો તો કોંગ્રેસના આ નેતાઓ પણ ભાજપમાં જશે, પક્ષપલટાના લિસ્ટમાં નવા નામ ઉમેરાય