Heart Attack: ગુજરાતના યુવાઓમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. પહેલીવાર નવરાત્રિમાં હાર્ટએટેકથી 36 લોકોના મોત થયા છે. તેમજ સીવીયર એટેક ઘાતક હોવાથી તબીબોની રિસર્ચની માંગ છે. સતત વધેલા હાર્ટએટેકના કેસને લઈને તબીબોમાં ચિંતા છે. ગરબા રમતી વખતે કામ કરતી વખતે એટેક આવ્યા હોય તેવા અનેક કિસ્સાઓ નોંધાયા છે. સારવારનો સમય ન મળે એટલી ઝડપી સીવીયર એટેક આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રિમાં સાંજે 06 થી રાતના 02 સુધી હૃદયરોગના 766 કેસ સામે આવ્યા છે. ત્યારે ગુજરાતમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે વધુ 5 લોકોનાં હાર્ટએટેકથી મોત થયા છે. સુરત, વલસાડ, ભાવનગર અને મહેસાણા જિલ્લામાં હાર્ટ એટેકના કેસ નોંધાયા છે. જેમાં 18 વર્ષથી 48 વર્ષ સુધીનાં સ્ત્રી-પુરુષોને એટેક આવ્યો છે.


છેલ્લા 48 કલાકમાં મહેસાણામાં હાર્ટ એટેકથી બેના મોત
મહેસાણા જિલ્લામાં 48 કલાકમાં હાર્ટ એટેકથી 2 વ્યક્તિના મૃત્યું થયા છે. કડીમાં રહેતા 48 વર્ષના પ્રિન્સિપાલ અને વિજાપુરના ખરોડ ગામના પૂર્વ સરપંચનુ મૃત્યુ થયું છે. સ્નાન કર્યા બાદ પ્રિન્સિપાલને અચાનક છાતીમાં દુખાવો થયો હતો, ત્યારબાદ તેઓ ઢળી પડ્યા હતા, તેવી રીતે વિજાપુરના ખરોડમાં પૂર્વ સરપંચ વોશરૂમમાં ગયા બાદ છાતીમાં દુખાવો થયો હતો. 


સુરતમાં 24 વર્ષીય યુવકનું મોત
સુરતમાં હાર્ટ એટેકથી 24 વર્ષીય યુવકનું મોત થયું છે. અમિત યાદવ નામનો યુવક કંપનીમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતો હતો. ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરાઈ છે.


વલસાડમાં 30 વર્ષીય યુવકનું મોત
વલસાડમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. આકાશ રાઠોડ નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનુ મોત થયું છે.


ભાવનગરના દેવકી ગામે 18 વર્ષીય યુવતીનું મોત
ભાવનગરના તળાજાના દેવકી ગામે હાર્ટ એટેકથી 18 વર્ષીય યુવતીનું મોત થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જીજ્ઞા બારૈયા નામની યુવતી રાત્રે સૂતા બાદ સવારે ઉઠી જ નહીં. રાત્રે ભવાઈ જોવા જવાનું કહી સૂઈ ગયેલી યુવતી સવારે ઉઠી જ નહોતી. 


નવરાત્રિ દરમિયાન હાર્ટ અટેકથી રાજ્યમાં 36 વ્યક્તિઓના મોત
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના બાદ હાર્ટ એટેકનો દાવાનળ ફાટ્યો છે. આંકડા અનુસાર, નવરાત્રિ દરમિયાન હાર્ટ અટેકથી રાજ્યમાં 36 વ્યક્તિઓના મોત થયા છે. તો સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 16 લોકોના હાર્ટ અટેકથી મોત નિપજ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પણ 15 લોકોનો હાર્ટ અટેકે ભોગ લીધો છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં 2 અને અમદાવાદમાં 3 લોકોના મોત થયા છે. 


સારવારનો સમય જ ન મળે એટલી ઝડપથી સિવિયર અટેકના કેસ વધી રહ્યાં છે. ખાસ કરીને આ નવરાત્રિ જીવલેણ સાબિત થઈ છે. નવરાત્રિમાં સાંજે 6થી રાત્રે 2 વાગ્યા સુધી હ્રદયરોગના 766 કેસ નોંધાયા છે. 9 દિવસમાં 8 કલાકના સમયમાં સરેરાશ 85 ઈમરજન્સી કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં છેલ્લા નોરતે સૌથી વધુ 32 કાર્ડિયાક ઈમરજન્સી આવી છે. 


નવરાત્રિમાં સૌથી વધુ મોત
નવરાત્રિ દરમિયાન હાર્ટ અટેકથી રાજ્યમાં 36 વ્યક્તિઓનાં મૃત્યુ થવા એ કોઈ નાનો આંકડો નથી. ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન સાંજે 6 થી રાતે 2 વાગ્યા સુધી હૃદયરોગના 766 કેસ નોંધાયા છે. 9 દિવસમાં માત્ર આ 8 કલાકના ગાળામાં જ 85 ઈમરજન્સી નોંધાયા છે. તો એકલા અમાદવાદમાં છેલ્લા નોરતે સૌથી વધુ 32 કાર્ડિયાક ઈમરજન્સી આવી છે. કાર્ડિયાક ઉપરાંત વાહન અકસ્માત, ચક્કર ખાઈે પડી જવું સહિતના રોજના સરેરાશ 4161 કેસ માત્ર 8 કલાકના ગાળામાં આવતા હતા. ગુજરાતમાં શ્વાસ લેવા સંબંધિત તકલીફના સરેરાશ 98 કોલ્સ નોંધાયા છે. 


ગુજરાતમાં હાર્ટએટેક હવે ચિંતાજનક વિષય બની રહ્યો છે. આટલા ટૂંકા ગાળામાં હાર્ટ એટેકથી ટપોટપ મોતના કારણો લોકોમાં ચિંતા જગાવી રહ્યાં છે. કામ કરતા ઢળી પડવું, ગરબા રમતા ઢળી પડવું તેવા કિસ્સામાં લોકો તત્કાલ મોતને ભેટી રહ્યાં છે. આ હાર્ટએટેક એટલો સિવિયર હોય છે કે લોકોને સારવાર મળતા પહેલા જ તેનું દિલ જવાબ આપી દે છે. આ મોટાભાગના કિસ્સામાં ઉંમર 50 વર્ષથી નીચેની છે.