ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આજે બે લોકોનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. મહેસાણામાં હાર્ટ એટેકમાં 41 વર્ષીય શિક્ષકનું મોત થયું છે, જ્યારે ગાંધીનગરમાં 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યું થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણામાં 41 વર્ષીય શિક્ષકનું મોત
મહેસાણામાં હાર્ટ એટેક આવવાથી 41 વર્ષીય શિક્ષકનું કરૂણ મોત થયું છે. ઊંઝામાં રહેતા પટેલ જયેશભાઇ ભગવનભાઈનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. જયેશભાઇ ઊંઝાના કામલી ગામની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જયેશભાઇ કામલી ગામની શ્રી જે એન પટેલ સ્કૂલમાં શિક્ષક હતા. જયેશભાઇના પરિવારમાં 2 સંતાન અને પત્ની છે. 14 વર્ષીય પુત્ર માનસિક અસ્થિર છે અને 7 વર્ષીય પુત્રી છે. જયેશભાઇના અવસાન થવાથી પરિવાર નિરાધાર બન્યો છે. 



નવસારીના 21 વર્ષીય યુવાનનું મોત
બીજા કિસ્સામાં નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આવેલા જીવન જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતો આયુષ ગાંધી (ઉં.વ 21) ગાંધીનગર ખાતે આઈટી ફિલ્ડમાં અભ્યાસ કરતો હતો. ગત રોજ ગાંધીનગર ખાતે આયુષને હાર્ટ એટેક આવ્યો હતો. હૃદય રોગનો હુમલો આવતા આયુષ ગાંધીનું દુઃખદ અવસાન થયું હતું. આ અંગેની જાણ મિત્રો દ્વારા આયુષના પરિવારને કરવામાં આવતા પરિવારમાં આઘાતમાં મુકાઈ ગયો છે.