ઝી બ્યુરો/પંચમહાલ: શક્તિ ઉપાસનાના મહાપર્વ એટલે આશો નવરાત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે નવરાત્રી દરમ્યાન શક્તિપીઠ દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાના આ મહાપર્વમાં આજે પ્રથમ નવરાત્રીના પાવન દિવસે અમે આપને દર્શન કરાવી રહ્યા છે. શક્તિપીઠ પાવાગઢના...માન્યતા છે કે માં મહાકાળીના ધામ પાવાગઢ ખાતે નવરાત્રી માં દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે ગમખ્વાર અકસ્માત; 9 લોકોનાં મોત, જીપની બ્રેક ફેઈલ થતાં..


આજથી શરૂ થઈ રહેલા પાવન નવરાત્રી પર્વમાં રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાંથી માં મહાકાળીના પાવન યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખ્ખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આશો નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે અંદાજીત 2 લાખ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ત્યારે ઝી 24 કલાક આજે તમને પાવાગઢના માં મહાકાળીના વિશેષ દર્શન કરાવા જઈ રહ્યું છે. નવરાત્રીના નવે નવ દિવસમાં મહાકાળીને વિશેષ શણગાર કરવામાં આવે છે. જેના મંદિર ગર્ભગૃહથી સીધા જ દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ.


ઓ તારી! આયુર્વેદિક સીરપ બાદ હવે નશાયુક્ત ચોકલેટ! યુવાનોને નશાના રવાડે ચડાવવાનું ષડયં 


નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢના માંચીથી જ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોમાંથી પણ આવતા ભક્તો વિશેષ આસ્થા સાથે માં મહાકાળીના દર્શને આવે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આવતા માઇ ભક્તો અમાસના દિવસે માતાજીના મંદિરમાંથી અખંડ જ્યોત પોતાના માતૃ વતન લઈ જતા હોય છે અને ત્યારબાદ પોતાના ગામ અને પોતાના ઘરે નવરાત્રી પર્વ દરમિયાન માતાજીની ઉપાસના કરતા હોય છે. જેથી છેલ્લા બે દિવસથી અહીં બે લાખથી ઉપરાંત માય ભક્તોએ માતાજીના મંદિર ખાતે આવી અખંડ જ્યોત લઈ પોતાના માટે વતન જવા રવાના થયા હતા. અમાસના દિવસે અહીં આવેલા ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે સાથે જ માતાજી દ્વારા પોતાની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાનું પણ જણાવ્યું હતું.


હમાસનો વધુ એક ટોચનો કમાન્ડર ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો, ગાઝાના લોકો મોતના ભય


હાથમાં તલવાર અને ખડગ સહિતના શસ્ત્રો સાથે માં મહાકાળીના વેશમાં આવતા ચોંકાવનારા કરતબો અને શ્રદ્ધાના પુરાવા આપતા જોવા મળે છે. મંદિર પરિસર સહિત પગથિયાં સુધી જાણે હૈયેથી હૈયું દળાતું હોય તેવા દ્રશ્યો પણ મંદિરના ગર્ભ ગૃહમાં જોવા મળ્યા. તો બીજી તરફ દર્શન માટે લાંબી કતારો પણ જોવા મળી. તો દૂર દૂર થી આવેલા ભક્તો પણ માં મહાકાળી ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.


આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો અંબાજીમાં 3 દિવસનો દિવ્ય દરબાર; લાખો લોકોનો લાગશે દરબાર


નવરાત્રીના દિવસોમાં લાખ્ખોની સંખ્યામાં આવતા ભક્તોના ઘસારાને પહોંચી વળવા અને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા જિલ્લા વહીવટી તંત્ર તેમજ મંદિર પ્રસાશન વિશેષરૂપે સુચારુ આયોજન કરે છે. હાલ ચાલી રહેલ આશો નવરાત્રીમાં પ્રતિદિન દોઢ થી બે લાખ ભક્તો માં મહાકાળીના દર્શનાર્થે આવવાની શક્યતાઓ જોતા આ વખતે આરોગ્યને લગતી સેવાઓમાં વિશેષ વધારો કરવા માં આવ્યો છે. સાથે જ માચી ખાતે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેના બાદ હાલ હરાજી કરી ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.


સાવચેત રહેજો! DCPથી લઈ પોલીસ કોન્સ્ટેબલ સુધીનો કાફલો નવરાત્રી મેદાનોમાં રહેશે તૈનાત


પોલીસ દ્વારા યાત્રાળું ઓની સુરક્ષાને લઈ ખાસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. યાત્રાળુઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવા માં આવી છે. બીજી તરફ યાત્રિકોની સુવિધાના ભાગરૂપે નવરાત્રી દરમિયાન ખાનગી વાહનો ઉપર લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, સાથે સાથે જ અહીં એસટી બસની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.


મેચ જોવા આવેલી આ હિરોઈનનો સોનાનો ફોન ચોરાયો! કોણ લઈ ગયું 24 કેરેટ ગોલ્ડનો iPhone?


એવી જ રીતે મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી દરમિયાન વહેલી સવારથી માતાજીના મંદિરના નિજ દ્વાર ખોલી મોડી રાત્રી સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ નવરાત્રીથી જ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકમ, આઠમ અને પૂનમના દિવસે સવારે 4.00 કલાકે મંદિરના કપાટ દર્શન માટે ખુલશે તો બાકીના દિવસોમાં સવારે 5.00 કલાકે દર્શન માટે મંદિરના કપાટ ખોલવામાં આવનાર છે. તમામ દિવસોએ રાત્રે 9.00 કલાકે મંદિરના દ્વાર દર્શન માટે બંધ કરવામાં આવશે. જ્યારે રોપવે સંચાલકો દ્વારા પણ રોપ-વેના સમયમાં મંદિરના સમય મુજબ જરૂરી ફેરફાર કરવામાં આવ્યો છે. 


દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના કારણે ગભરાટ, ફરીદાબાદ કેન્દ્ર, ઘરની બહાર નિકળ્યા લોકો