વડોદરા : શહેરનાં છાણી વિસ્તારમાં 2 કરોડની કિંમતનું ચાર કિલો સોનાના દાગીના ભરેલી બેગ ઉઠાવીને બે બાઇક સવાર ફરાર થઇ જતા ચકચાર મચી છે. ઘટના અંગે જાણ થતા જ ફતેહગંજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સીસીટીવીની મદદથી તપાસ આદરી છે. રાજકોટની વી.રસિકલાલ જ્વેલર્સ કંપનીના કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાબરમતીમાંથી કોરોના વાયરસ મળવા મુદ્દે AMC એ હાથ ઉંચા કરી દીધા, કહ્યું અમને કંઇ ખબર નથી


રાજકોટની વી.રસિકલાલ જ્વેલર્સ કંપનીના 3 કર્મચારીઓ દાગીના લાઇને માર્કેટિંગ માટે વડોદરા આવ્યા હતા. વડોદરા શહેરના જ્વેલર્સના સંપર્કમાં હતા. તેઓ છાણી સર્કલ પાસે ચા નાસ્તો કરવા માટે ઉભા રહ્યા હતા. બે અજાણ્યા બાઇક સવાર ત્યાં આવી ચડ્યા હતા અને એક વ્યક્તિએ ગાડીનો કાચ તોડીને કાળા કલરની બેગ લઇને ફરાર થઇ ગયા હતા. 


'વિવાહ' ફિલ્મથી કમ નથી આ યુવતીનો કિસ્સો, આવી છે હર્ષાલીની જિંદાદિલીની કહાની


બેગમાં આશરે 4 કિલો સોનાના દાગીના હતા. જેની સરેરાશ કિંમત 2 કરોડ રૂપિયાની આસપાસ થાય છે. આટલી મોટી રકમના દાગીના ચોરાઇ જતા વડોદરા શહેર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જો કે સમગ્ર ઘટના સવારે 11 વાગ્યા આસપાસ બની હતી. જો કે પાંચ કલાક બાદ પોલીસને જાણ કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. વેપારીઓ ફતેહગંજ પોલીસે આ અંગે તપાસ આદરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube