ભુજ : પૂર્વ કચ્છના ગાંધીધામ નજીક આવેલા મીઠી રોહત ધોરીમાર્ગ પર આજે સાંજે અજાણ્યા કાર ચાલકે મુસાફરો ભરેલા છકડાને ટક્કક મારતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. જે પૈકી બે વ્યક્તિના તો ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને ઇજાગ્રસ્તો પૈકી સરકારી રામબાગ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા છે. જો કે અકસ્માત સર્જીને ગાડીનો ચાલક ફરાર થઇ ગયો છે. હાલ પોલીસ દ્વારા હાલ તો તપાસ ચલાવવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરમાં રાજશાહી હતી ત્યારે રસ્તાઓ ખુબ જ સારા હતા, લોકશાહીમાં રસ્તા બિસ્માર


મીઠીરોહર પાસે સર્જાયેલા અકસ્માતની પ્રાથમિક માહિતી અનુસાર મુસાફરો છકડો રીક્ષા ગાંધીધામ બાજુથી મીઠીરોહ તરફ આગળ વધી રહ્યા હતા. અજાણ્યા કાર ચાલકે તેને પાછળથી ટક્કર મારી હતી. જેના પગલે રીક્ષા ગાંધીધામ તરફથી આવી રહેલી મીઠીરોહર તરફ આગળ વધી રહી હતી. અજાણ્યા ગાડી ચાલક દ્વારા તેને પાછળથી ટક્કર મારવામાં આવી હતી. જેના પગલે રીક્ષામાં રહેલા મુસાફરો રોડ પર પછડાયા હતા. આ પછડાટના કારણે માથાના ભાગે ગંભીર ઇજા થવાથી બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. રોડ પણ લોહીથી ખરડાઇ ગયો હતો. 


ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા રદ્દ નહી થાય, આ માત્ર એક વિદ્યાર્થીએ કરેલી ચોરીનો મામલો ગણાયો


જો કે અકસ્માત કરનાર વાહન કયું છે તે અંગે હજી સુધી પોલીસને ચોક્કસ બાતમી મળી શકી નથી. હાલ તો કચ્છ બી ડીવિઝન પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત 6 નાગરિકોને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઇ જવાનાં કારણે પોલીસ દ્વારા હીટ એન્ડ રનનો ગુનો દાખલ કરીને તપાસ આધરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube