મૌલિક ધામેચા/અમદાવાદ: ગુજરાતમાં રોજ બરોજ ગરમીનુ પ્રમાણ વધી રહ્યુ છે. જેના કારણે 108 સેવાને ઈમરજન્સી કોલમાં નોંધપાત્ર વધારો થયો છે. સામાન્ય દિવસ કરતા ગરમીના દિવસોમાં ઈમરજન્સી કોલમાં 18 થી 20 ટકાનો વધારો થયો છે. અને ખાસ કરીને પર ડિગ્રીએ 50 કોલનો વધારો થાય છે. ગરમીની સિઝનમાં રોજના 3 હજાર કેસો આવે છે. પરંતુ જ્યારે ગરમીનુ પ્રમાણ વધે છે ત્યારે ઈમરજન્સી કોલમાં પણ વધારો થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી દિવસોમાં ગરમીનુ પ્રમાણ વધવાનુ છે. જેને લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ બની છે. અને 108ની ટિમ સાથે એમ્બ્યુલન્સમાં પ્રથામિક સારવાર મળી જાય તે માટે ગુલુકોઝ પાઉડર ઇલેકટરા પાવડર રાખવામાં આવે છે. તેમજ 10 એપ્રિલથી 25 એપ્રિલ સુધીમા ગુજરાતમા ગરમીને લગતા 11,766 કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ગરમીને લગતા 2705 કેસો નોંધાયા. 10 એપ્રિલથી લઈને 25 એપ્રિલ એટલે કે, છેલ્લા 15 દિવસમાં 2117 જેટલા બેભાન થવાના કેસ ગુજરાતમા નોંધાયા હતા.


કૂદકેને ભૂસકે વધી રહ્યો છે ગુજરાતમાં ગરમીનો પારો, બે દિવસમાં ત્રાસ મચાવશે



અમદાવાદમાં 15 દિવસમા 551 જેટલા બેભાન થવાના કેસો નોંધાયા છે. ત્યારે છેલ્લા 15 દિવસમા ડીહાઇડ્રેશનના ગુજરાતમા 916 અને અમદાવાદમા 181 કેસો નોંધાયા છે. હાલ તો આ ગરમીમાં શહેરીજનોને અપીલ છે કે, કામ વગર 1 થી 4 વાગ્યા સુધી ઘરની બહાર ન નિકળે અને વધારેમાં વધારે પાણી પીવાનુ રાખે. તેમજ ગરમીમાં વાસી ખોરાક કે પછી બહારનુ જમવાનુ ટાળવુ જોઈએ. સાથે પ્રવાહીનું પ્રમાણ શરીર માટે હિતાવહ રહેશે.