અમદાવાદમાં ગરમીનો પારો 46 ડિગ્રીએ, હિટવેવના એક્સપોઝરથી બચવા શું કરવું જોઇએ
કાળઝાળ ગરમીને કારણે ડિહાઇડ્રેશન તેમજ હીટસ્ટ્રોકના કેસો વધી જતાં હોય છે. ડિહાઇડ્રેશનને કારણે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ જેવા કે સોડિયમ, પોટેશિયમ જેવા તત્ત્વોનો વધુ વ્યય થતો હોય છે. સોડિયમ, પોટેશિયમ જેવાં તત્વો શરીરમાં વધુ પ્રમાણમાં ઘટતા હોય છે
અતુલ તિવારી, અમદાવાદ: અમદાવાદમાં ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચી ચૂકયો છે. ત્યારે રાજ્યમાં મહત્તમ જિલ્લાઓને શહેરોમાં લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પરંતુ રાજ્યમાં પડી રહેલી અંગદાઝડતી ગરમીને કારણે તબીબોએ પણ કેટલીક ચેતવણી આપી છે. જાણીતા ફિઝિશિયન ડોક્ટર પ્રવીણ ગર્ગે કહ્યું કે, શરીરનું તાપમાન 37 ડિગ્રી સુધી રહેતું હોય છે પરંતુ બાહ્ય વાતાવરણમાં જ્યારે 45 ડિગ્રી કરતાં વધુ ટેમ્પરેચર થઈ જાય ત્યારે સમસ્યા સર્જાતી હોય છે.
કાળઝાળ ગરમીને કારણે ડિહાઇડ્રેશન તેમજ હીટસ્ટ્રોકના કેસો વધી જતાં હોય છે. ડિહાઇડ્રેશનને કારણે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ જેવા કે સોડિયમ, પોટેશિયમ જેવા તત્ત્વોનો વધુ વ્યય થતો હોય છે. સોડિયમ, પોટેશિયમ જેવાં તત્વો શરીરમાં વધુ પ્રમાણમાં ઘટતા હોય છે ત્યારે સ્નાયુ ખેંચાવા તેમજ લકવો લાગી જવા જેવી સમસ્યા સર્જાતી હોય છે. જે લોકોની ઇમ્યુનિટી ઓછી હોય અને નાના બાળકોને આવી પરિસ્થિતિમાં ખેંચ પણ આવી જતી હોય છે.
અમિત શાહના બે દિવસીય પ્રવાસ બાદ PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે, જાણો કેમ?
કાળઝાળ ગરમીને કારણે તાવ આવી જાય, બ્લડ પ્રેશરમાં વધારો થાય, હાથ- પગની નસો ખેંચાય, મસલ્સ ખેંચાવા તેમજ માથાના દુ:ખાવા જેવા લક્ષણોનાં કેસો જોવા મળતા હોય છે. ડોક્ટર પ્રવીણ ગર્ગે ડિહાઇડ્રેશન અંગે સમજાવતા કહ્યું હતું કે, શરીરમાં જ્યારે પ્રવાહીની અછત થાય ત્યારે સમસ્યા સર્જાતી હોય છે. જેના કારણે બ્લડપ્રેશર ઘટી જતું હોય છે, કેટલાક કિસ્સામાં કિડની ઉપર સીધી અસર થતી હોય છે.
હાલ શહેરમાં અને રાજ્યના જુદા જુદા જિલ્લામાં તાપમાન જ્યારે 46 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. એવામાં સીધા હિટવેવના એક્સપોઝરમાં આવવું ના જોઈએ. સતત લીંબુનું પાણી, ઇલેક્ટ્રોનિક પાવડર, દહીં, છાશ જેવા લિક્વિડનો સતત ઉપયોગ કરતા રહેવું હિતાવહ રહે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube