Weather Update : ઉત્તર પશ્વિમ પવનના કારણે આજથી ગરમીનો પારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 2 ડિગ્રી જેટલું તાપમાન વધશે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 37 ડિગ્રીએ પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે. તો માર્ચના પહેલા અઠવાડિયામાં અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ વખતે ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક વીજન લાલે જણાવ્યું કે, આજે ઉત્તર ગુજરાતના તાપમાનમાં વધારો થશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 2 ડિગ્રી જેટલો વધારો થઇ શકે. ઉત્તર ગુજરાતમાં 37 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. તો અમદાવાદમાં આજે 35 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે. આ સાથે જ લઘુતમ તાપમાનમાં પણ વધારો થયો છે. 


આ પણ વાંચો : 


‘હું અમદાવાદ છું, આજે મારો 612 મો જન્મદિવસ છે’


માર્ચના પહેલા સપ્તાહથી ઉનાળાની શરૂ
હાલ ફેબ્રુઆરી મહિનાનો અંત ચાલી રહ્યો છે. હવામાન વિભાગા એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, માર્ચના પહેલા સપ્તાહથી ઉનાળાની શરૂ થઈ જશે. હાલ લોકો બેવડી ઋતુથી કંટાળી રહ્યાં છે. લોકોને સમજાતુ નથી કે ગરમી પડી રહી છે કે ઠંડી. પંરતું માર્ચ મહિનામાં ઉનાળાની ગરમી વધી જશે. આકરી ગરમી પહેલાનું આ ટ્રેલર છે. 


આ પણ વાંચો : 


મા ઉમિયાના પાયાના પિલ્લર બનવા પડાપડી, 72 કલાકમાં 11 લાખના આટલા પિલ્લર એડવાન્સમાં બુક


હાર્ટ એટેકથી કરૂણ મોત: 33 વર્ષના GST ઓફિસર વસંત રાઠોડનું ચાલુ મેચમાં હૃદય બેસી ગયું!