ગુજરાતીઓનો હનિમૂન પીરિયડ હવે પૂરો, આ દિવસથી પડશે અંગ દઝાડતી ગરમી
weather report : આજે કચ્છના કેટલાક વિસ્તારમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી.... 37થી 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે ગરમીનો પારો.....
Heatwave Alert : ગુજરાતમાં આજે હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે. જેમાં કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં તાપમાનનો પારો 39 થી 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો ભુંજ અને કંડલામાં પણ હીટવેવની આગાહી કરાઈ છે. તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે. આગામી સમયમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે.
છેલ્લા ચાર-પાંચ દિવસથી વાતાવરણમા આવેલા પલટાને કારણે માવઠું થયુ હતું. રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેને કારણે ઠંડક અનુભવાઈ હતી. ત્યારે હવે વાતાવરણમાં ફરી પલટો આવવાનો છે. વરસાદને બદલે હવે અંગ દઝાડતી ગરમીના દિવસો ફરી આવ્યા છે. આજથી ગુજરાતમાં ગરમીની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને કચ્છમાં સૌથી વધુ ગરમી પડશે. આ સાથે જ ગુજરાતના અન્ય શહેરોનું તાપમાન પણ વધશે.
ગરમી વચ્ચે એકવાર આવશે માવઠું
આગામી સમયમાં ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. આગામી 13-14 તારીખ પછી ફરીથી માવઠાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં વરસાદ પડવાની આગાહી કરી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદ થશે. એટલું જ નહીં, કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી કરાઈ છે. આજે અને આવતીકાલે હીટવેવની આગાહી રહેશે. આજે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાનનો પારો જશે. આવતીકાલે ખેડૂતોને સિંચાઈને લઇને પણ હવામાન વિભાગ એડવાઈઝરી જાહેર કરશે.
હવામાન વિભાગ પણ આ પ્રકારના વાતાવરણને કારણે ચિંતામાં છે કે, આ ઉનાળો છેકે, પછી ચોમાસું. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 24 કલાકમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ પણ આગામી 24 કલાક ખુબ જ ચિંતાજનક છે. ગુજરાતમાં આગામી 24 કલાક માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આ સમાચાર ખુબ જ ચિંતાજનક છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને હવામાન વિભાગે રાજકોટ, અમરેલી, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.