અમદાવાદ :રાજ્યભરમાં લોકો ગરમીથી તપી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે  આગાહી કરી છે કે આજે અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે. તો ત્રીજા દિવસે યલો એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. તો બીજી તરફ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે વરસાદ માટે આ વાતાવરણ પોઝિટિવ હોવાનું હવામાન વિભાગનું માનવું છે. 


ગુજરાતના રામ-હનુમાનની જોડી રિપીટ, સત્તામાં નંબર 1-2 પોઝિશનમાં ફરી મોદી-શાહ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારીખ 6 થી 7 સુધીમાં મોન્સુન કેરળમાં હિટ કરે એવી આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ છે. તો હાલ  હિટવેવની આગાહી નથી એટલે ગરમીમાં થોડી રાહત રહેશે. રાજસ્થાનના રણથી પવન ગુજરાત તરફ આવતો હોવાથી વાતાવરણ ગરમ રહેશે અને ત્રીજા દિવસ બાદ ગરમીમાં આંશિક રાહત મળશે. ભારતના દક્ષિણ પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી.


અમિત શાહને ગૃહ મંત્રાલય, તો માંડવિયા અને રૂપાલાને સોંપાયા આ મહત્વના વિભાગ


રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તાપમાનનો પારો ફરી એક વખત 42 ડિગ્રી પાર જોવા મળી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 4 દિવસથી સતત તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. જે હજુ આગામી એક થી બે દિવસ સુધી યથાવત જોવા મળે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટમાં ગઈકાલે તાપમાનનો પારો 43 ડિગ્રી આસપાસ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ તાપમાન 45 ડિગ્રી મનપા ચોક અને ત્રિકોણ બાગ ખાતે નોંધાયું હતું. 


વડોદરા : DEOના નાક નીચે વિદ્યાર્થીઓ વગર 5 વર્ષથી સરકારી ગ્રાન્ટ ખાતી શાળા પકડાઈ


43 ડિગ્રી તાપમાન વચ્ચે બપોરના 1 થી 5 વાગ્યા સુધી બિનજરૂરી કામ વગર બહાર ન નીકળવા મનપા દ્વારા સૂચન કરવામાં આવ્યું છે અને ડીહાઈડ્રેશનની સમસ્યા ન સર્જાઈ તે માટે વધુને વધુ પ્રવાહી પીવા સૂચન આપવામાં આવ્યું છે. તેમજ બહાર નીકળતો ચહેરો ઢાંકીને, સનસ્ક્રીન લોશન લગાવીને તથા અન્ય કાળજી રાખવી, જેથી આકરો તાપ સીધો ન લાગે.