48 કલાકમાં હીટવેવ માટે તૈયાર રહેજો, ગરમીનો પારો સતત વધી રહ્યો છે
હવામાન વિભાગની આગાહી કહે છે કે, આગામી બે દિવસોમાં હજી ભીષણ ગરમી પડશે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે.
ગુજરાત :આ વર્ષે ઠંડીનો ચમકારો લાંબા સમય સુધી લોકોને અનુભવાયો હતો, ત્યારે હવે ગરમીના દિવસો પણ આવી ગયા છે. હાડ થીજવતી ઠંડી બાદ હવે ચામડી બાળતી ગરમી પડી રહી છે. ચાર દિવસથી પડી રહેલા કાળઝાળ ગરમીથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. પણ આ તો હજી શરૂઆત છે. હવામાન વિભાગની આગાહી કહે છે કે, આગામી બે દિવસોમાં હજી ભીષણ ગરમી પડશે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા 48 કલાકમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છના તટીય વિસ્તારો જેવા કે, પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર સહિતના વિસ્તારમાં હીટવેવની અસર જોવા મળશે. આગામી બે દિવસમાં રાજ્યમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વના ગરમ પવનનો મારો રહેવાની શક્યતાઓને પગલે ગરમીથી રાહત મળવાના કોઈ અણસાર નથી.
તંદુરસ્ત રહેવું હોય તો આ સપ્તાહમાં ભરપૂર પાણી પીવો, નહિતર....કારણ છે એક ખગોળીય ઘટના
સોમવારે ગરમીનો પારો ક્યાં કેટલો રહ્યો
- અમદાવાદ 37 ડિગ્રી
- વડોદરા 39.2 ડિગ્રી
- સુરત, નવસારી, વલસાડ - 40 ડિગ્રી
- ઈડર - 39 ડિગ્રી
- કંડલા - 39.6 ડિગ્રી
- ભૂજ - 38.2 ડિગ્રી
- નલિયા - 37.5 ડિગ્રી
- અંજાર - 38 ડિગ્રી
- ભાવનગર - 37.6 ડિગ્રી
હાય રે અંધશ્રદ્ધા!!! સત્યતાના પુરાવા માટે શરીરમાં મોટો સોયો ભોંકીને ગોળ ગોળ ફેરવાય છે
દક્ષિણ ગુજરાતના તાપમાનમાં એક જ દિવસમાં સીધો જ 5 ડિગ્રીનો વધારો નોંધાયો છે. દિવસનો પારો 40 ડિગ્રી અને રાતનો પારો 23 ડિગ્રી રહ્યો હતો. ગરમીએ કહેર વરસાવતા હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટીને 20 ટકા જેટલુ થઈ ગયું છે. લોકોને પરસેવે રેબઝેબ થવાનો વારો આવી ગયો છે. આમ, ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન વધી ગયું છે, જેને કારણે લોકો દિવસે કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.