ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, રાજકોટમાં યલ્લો એલર્ટથી પાલિકાએ લોકોને આપી આ સલાહ
રાજ્યભરમાં આકરો તાપ લાગતી ગરમી આવી ગઈ છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે, અને લોકોની ચામડી દઝાડે તેવો તાપ પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર કરી ગયો છે. જેથી મોટાભાગના શહેરો બપોર બાદ સૂમસાન લાગી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન આવી રહ્યો છે. 30 માર્ચ અને 31 માર્ચ એમ આગામી બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા, કચ્છ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટમાં હીટવેવની સ્થિતિ બની રહેશે.
ગુજરાત :રાજ્યભરમાં આકરો તાપ લાગતી ગરમી આવી ગઈ છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે, અને લોકોની ચામડી દઝાડે તેવો તાપ પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર કરી ગયો છે. જેથી મોટાભાગના શહેરો બપોર બાદ સૂમસાન લાગી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન આવી રહ્યો છે. 30 માર્ચ અને 31 માર્ચ એમ આગામી બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા, કચ્છ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટમાં હીટવેવની સ્થિતિ બની રહેશે.
- અમદાવાદ 41.1 ડિગ્રી
- ડીસા 40.4
- ગાંધીનગર 40.6
- વડોદરા 40.6
- સુરત 39.4
- અમરેલી 41.2
- રાજકોટ 41.2
- સુરેન્દ્રનગર 41.5
- ભૂજ 41.2
- આણંદ 39.9
- ભાવનગર 39.2
રાજકોટમાં યલ્લો એલર્ટ
કાળઝાળ ગરમીને કારણે શનિવારે રાજકોટ મહાનગરપાલિકાએ યલો એલર્ટ જાહેર કર્યું છે. પાલિકાએ લોકોને તડકામાં કાળજી રાખવાની સલાહ આપી છે. રાજકોટ મ્યુ.કમિશનરે કહ્યું છે કે, આગામી ત્રણથી ચાર દિવસમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી શકે છે.
ગરમીથી બચવા શું કરવું
હેલ્થ એક્સપર્ટસનું કહેવું છે કે, ગરમીમાં તમામ લોકોએ બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. તરસ ન લાગી હોય તો પણ પુષ્કળ માત્રામાં પાણી પીવું. ઓઆરએસ, લીંબુ પાણી, લસ્સી, છાશ, વરિયાળી શરબત વગેરેનું સતત સેવન કરવું. આછા રંગના, હળવા સુતરાઉ કપડા પહેરવા. બહાર નીકળતા સમયે ટોપી, છત્રી, સ્કાર્ફ, ગોગલ્સનો ઉપયોગ કરવો. તેમજ ફિલ્ડમાં ફરનારા લોકોએ સમયાંતરે છાયડામાં આરામ કરી લેવો. બપોરે 12થી 3 વાગ્યા સુધી તડકામાં ન નીકળવું. રસોઈ કરતા સમયે બારી દરવાજા ખુલ્લા રાખવા. ખાવામાં ચા-કોફી કે અન્ય ગરમ પીણાં, તથા વાસી અને તળેલા ખોરાકનો ઉપયોગ ઓછો કરવો.